ગેરકાયદેસર રીતે દેશી બંદુક રાખનાર એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. , પશ્ચિમ કચ્છ – ભુજ 

પોલીસ મહાનિર્દેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી , ગુ.રા. ગાંધીનગર નાઓ દ્વારા સમગ્ર ગુજરાત રાજયમાં ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળોના ઉત્પાદન , સંગ્રહ હેરાફેરી વેચાણ અને ઉપયોગ સબંધિ પ્રવૃતિ ઉપર નિયંત્રણ લાવવા અંગે તા .૦૧ / ૦૨ / ૨૦૨૨ થી તા .૨૮ / ૦૨ / ૨૦૨૨ સુધીની ખાસ ઝુંબેશ ( સ્પેશીયલ ડ્રાઇવ ) રાખવામાં આવેલ હોઇ અને શ્રી જે.આર.મોથાલીયા સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી , સરહદી રેન્જ , ભુજ તથા શ્રી સૌરભ સિંઘ સાહેબ , પોલીસ અધિક્ષકશ્રી , પશ્ચિમ કચ્છ – ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર રીતે હથિયાર રાખનાર તેમજ હેરાફેરી તથા વેચાણ કરતાં ઇસમો વિરૂધ્ધ સખત કાયદાકીય કાર્યવાહી કરવા માટે સુચના આપેલ હોય . 

જે અનુસધાને એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ – ભુજનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.આર.ઝાલા સાહેબનાં માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફનાં માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે , જતવાંઢ ( ઝુરા ) ગામના કિક્રેટ ગ્રાઉન્ડ પાસેની બાવળની ઝાડીઓમાં એક માણસ હાથમાં બંદુક લઇને ફરે છે જે હકીકત આધારે તુરંત વર્ક આઉટ કરી મજકુર ઇસમ ગુલામ રમજુ જત , ઉવ . ૩૭ , રહે . જતવાંઢ ( ઝુરા ) તા.ભુજ – કચ્છ વાળાને તેની પાસે રહેલ ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક નંગ- ૧ કી.રૂ. ૨,૦૦૦ / – તથા એક મોબાઇલ ફોન નંગ- ૦૧ કી.ગ઼. ૫૦૦ / – તથા રોકડ રૂા . ૧૦૦ / – એમ કુલ્લે ૨,૬૦૦ / – નાં મુદ્દામાલ સાથે આરોપીને રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: