દેશીદારૂના મુદામાલ સાથે બે ઈસમોને પકડી પાડતી નખત્રાણા પોલીસ 

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી. ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણાનાઓએ પ્રોહિબીશનને લગતા સફળ કેશો શોધી કાઢવા તથા આ બદીને સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ. જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી બી.એમ.ચૌધરી સાહેબએ આપેલ માર્ગદર્શન મુજબ આજ રોજ નખત્રાણા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઈ. વાછીયાભાઈ ગઢવીનાઓને મળેલ બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરતા ધાવડા મોટા બસ સ્ટેશન પાસે આવેલ ગોળાઈ પાસે એક બ્લેક કલરની મારુતી કંપનીની બ્રેઝા ગાડી રજી . નંબર – જીજે – ૧૨ – ઈઈ -૯૭૪૫ વાળી માંથી દેશીદારૂની અડધા લીટરની ક્ષમતાવાળી કોથળીઓ નંગ -૨૦૦ મળી આવેલ જેથી મજકુર ઈસમો વિરુધ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . . 

આરોપીઓના નામ સરનામું : ( ૧ ) ગેમરસિંહ ભુરજી સોઢા ઉ.વ. – ૨૨ રહે – ગેચડા તા.નખત્રાણા ( ૨ ) મહેન્દ્રસિંહ ઈન્દ્રસિંહ સોઢા ઉ.વ. – ૨૨ રહે – ગેચડા તા.નખત્રાણા ( 3 ) ગેમરસિંહ નથુસિંહ સોઢા રહે – ગેચડા તા – નખત્રાણા ( ૪ ) પાંચુભા જાડેજા રહે – ધાવડા મોટા તા – નખત્રાણા કબ્જે કરેલ મુદ્દામાલ : ( ૧ ) દેશી દારૂ લીટર -૧૦૦ કિ.રૂ. ૨૦૦૦ / ( ૨ ) મોબાઈલ નંગ -૨ કિ.રૂ. ૧૦૦૦૦ / ( ૩ ) બ્લેક કલરની મારુતી કંપનીની બ્રેઝા ગાડી રજી . નંબર – જીજે – ૧૨ – ઈઈ -૯૭૪૫ કિ.રૂ. ૬૦૦૦૦૦ / એમ કુલ મુદામાલ કિ.રૂ. ૬૧૨૦૦૦ / 

કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી : ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ . શ્રી બી.એમ.ચૌધરી માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. વાછીયાભાઈ ગઢવી પો.કોન્સ . મુકેશસિંહ પરમાર તથા પો.કોન્સ. મહેન્દ્રસિંહ બારડ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ

Leave a Reply

Your email address will not be published.

error: