ભચાઉમાં શખ્સે મહિલા ઉપર હુમલો કર્યો થતા ચકચાર

ભચાઉ માં શખ્સે સામાન્ય બાબતે મહિલા ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો
પોલીસ પાસે થી સત્તાવાર મળતી વિગતો મુજબ આ બનાવ આજે સાંજે ૪ વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપી નિલેશ રાયમલ કોલીએ ફરીયાદી આશાબેન રામજી કોલીને ધોકા વડે માર માર્યો હતો. તેણીને અસ્થિભંગ સહીતની ઈજાઓ પહોંચી હતી. ફરીયાદી મહિલાએ આરોપીના સબંધીને વાડ તોડવા બાબતે ઠપકો આપ્યો હતો. આ બાબતનું મનદુ:ખ રાખી આરોપીએ હુમલો કર્યો હોવાનું પોલીસે કહ્યું હતું. રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ