ભુજ શહેર માં થયેલ મોપેડ સ્કુટી પેપ્ટની ચોરીના ગુના નો ભેદ ઉકેલતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

મે . પોલીસ મહાનરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં ચોરીના વધતા બનાવો અટકાવવા તેમજ થયેલ ધરફોડ / વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુજવિભાગ ભુજનાઓએ સૂચના આપેલ જે અન્વયે પોલીસ ઇન્સપેકટર એ.સી.પટેલનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે . ના એ પાર્ટ ગુ.ર.ન -૦૧૨૬ / ૨૨ ઈ.પી.કો કલમ- ૩૭૯ મુજબ નો ગુનો તા ૦૯/૦૨/૨૦૨૨ ના રોજ દાખલ થયેલ હોય જે ગુનાનો ભેદ ઉકેલવા સારૂ સર્વેલન્સ સ્ટાફ ની ટીમ ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસના માધ્યમ થી સદરહું ગુના કામેનો ભેદ ઉકેલવા સારૂ પ્રયત્નશીલ હતી તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ મહિપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજાનાઓને બાતમી હકીકત મળેલ કે એક ઈશમ મોપેડ સ્કુટી લઈને ફરે છે જે શંકાસ્પદ સ્કુટી ચોરી કે છળકપટ થી મેળવેલ હોવાની હકીકત આધારે તરત જ વર્કઆઉટ કરી જયનગર હનુમાન મંદિર પાસે વોચ ગોઠવી મજકુર ઈશમને મોપેડ સ્કુટી સાથે પસાર થતાં તેઓને તેઓના નામ – ઠામ પુછતા પોતે – પોતાના નામ પ્રતીક દિપકભાઇ સોલગામા ( સુથાર ) ઉ.વ .૩૬ રહે ; મ.નં .૧૭ રો – હાઉસ જયનગર ભુજ વાળો હોવાનું જણાવેલ તેમજ મજકુર ઈશમને તેના કબ્જાની મોપેડ સ્કુટી ના આધાર પુરાવા ની માંગણી કરતાં પોતાની પાસે આવા કોઈ આધાર પુરાવા નહી હોવાનું જણાવેલ જેથી મજકુર ઈશમને પોલીસ સ્ટેશન લાવી પો.ઈન્સ એ.સી.પટેલ સાહેબનાઓએ યુક્તી પ્રયુકતી થી પુછપરછ કરતાં આરોપીએ આ મોપેડ સ્કુટી થોડા દિવસ અગાઉ ભગવતી હોટલની બાજુમાંથી ચોરી કરેલાનું કબુલાત કરતાં આરોપીને કોવિડ -૧૯ ટેસ્ટ કરાવવા મોકલી આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે . ના એ પાર્ટ ગુ.ર.ન -૦૧૨૬ / ૨૨ ઈ.પી.કો કલમ- ૩૭૯ મુજબનો : 

મુદામાલ : ( ૧ ) ગુલાબી સિલ્વર કલરનું સ્કુટી પેપ્ટ જેના ૨.જી.નં. જીજે ૧૨ બીએ ૭૫૩૩ કિ.રૂ .૧૦,૦૦૦ / આમ ઉપરોક્ત કામગીરીમાં પો.ઈન્સ.શ્રી એ.સી.પટેલ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ના એ.એસ.આઈ ઝાહીદભાઇ એમ.મલેક તથા એ.એસ.આઈ કરણસિંહ પી.ઝાલા તથા પો.હેડ.કોન્સ મહિપાલસિંહ એન જાડેજા તથા પો.કોન્સ ઉર્વશી કે.રાજગોર નાઓ જોડાયેલા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: