જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ 

પોલીસ મહાનરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોડર્ન રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામા પ્રોહી / જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારુ આપેલ સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુવિભાગ ભુજનાઓએ કામગીરી કરવા સૂચના કરેલ જે અન્વયે પોલીસ ઇન્સપેકટર શ્રી પી.વી. વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મીરઝાપર વિસ્તારમાં આવતા સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ મનુભાઇ ખેંગારભાઇ નાડોદાનાઓની બાતમી હકીકત આધારે મીરઝાપર ગામની દક્ષિણે પાણીના ટાંકા પાસેની વાડીમાં ખુલ્લામાં આરોપીઓ તીનપતી વડે રૂપીયાની હારજીતનો જુગાર રમી રમાડી કુલ્લે ૧,૫૭,૦૦૦ / – ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડેલ છે 

પકડાયેલ આરોપીઓ : ( ૧ ) પ્રતાપ લક્ષ્મણ વાઘેલા ઉ.વ -૪૫ , ધંધો . મજુરી , હાલે – રહે – પાણીના ટાંકાની બાજુમા , કલ્યાણ રવજી હીરાણીની વાડી , મિરઝાપર તા.ભુજ ( ૨ ) મુકેશકુમાર મોહનલાલ પાલ ઉ.વ -૨૪ , ધંધો . મજુરી , હાલે – રહે- મિરઝાપર મહાદેવનગર ટેકરા ઉપર તા.ભુજ ( ૩ ) તેસિંગ મોહનલાલ પાલ , ઉ.વ -૩૦ , ધંધો . મજુરી , હાલે – રહે- મિરઝાપર મહાદેવનગર ટેકરા ઉપર તા.ભુજ ( ૪ ) અશોકભાઇ મંગાભાઇ દેવીપુજક , ઉ.વ -૪૨ , ધંધો . ભંગારની ફેરી , હાલે – રહે- કોમર્સ કોલેજની બાજુમાં , ભુજ ( ૫ ) મંગલ મોતીલાલ પાલ , ઉ.વ -૩૩ , ધંધો . પાણીપુરી , હાલે – રહે- મિરઝાપર મહાદેવ મંદિરવાળી શેરી મીરઝાપર , તા . ભુજ ( ૬ ) શીવપાલ શીવનાથ પાલ , ઉ.વ -૩૮ , ધંધો . મજુરી , હાલે – રહે- મહાદેવ નગર , વાલદાસ નગર સામે , ભુજ ( ૭ ) મંગલસિંગ તખતસિંગ ચંદેલ , ઉ.વ -૩૨ , ધંધો . મજુરી , હાલે – રહે- પંચાયતની બાજુમા , મીરઝાપર , તા . ભુજ ( ૮ ) બિપીન માતાપ્રસાદ પાલ , ઉ.વ -૨૪ , ધંધો . મજુરી , હાલે – રહે- પંચાયતવાળી શેરી , મીરઝાપર , તા . ભુજ 

મુદામાલઃ ( ૧ ) રોકડા રૂપીયા -૧૫,૦૦૦ / ( ૨ ) મોબાઇલ ફોન નંગ -૦૮ કિ.રૂ .૨૨,૦૦૦ / ( ૩ ) મો.સા. નંગ -૦૫ કિ.રૂ .૧,૨૦,૦૦૦ / ( ૪ ) ગંજીપાના નંગ -૨ કિ.રૂ -૦૦ / ૦૦ 

આમ ઉપરોક્ત કામગીરી પોલીસ ઈન્સપેકટરશ્રી પી.વી. વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. કરણસિંહ પુંજસિંહ ઝાલા તથા પો.હેડ કોન્સ મહિપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ . મનુભાઇ ખેંગારભાઇ નાડોદા તથા પો . હેડ કોન્સ . અશ્વિનભાઇ ગલાભાઇ તાવિયાડ તથા પો.કોન્સ . બલવંતસિંહ દીપસંગજી જાડેજાનાઓ જોડાયેલા હતા .

Leave a Reply

Your email address will not be published.

error: