ભુજ : ગઈકાલે ઉત્તરપ્રદેશના મેરઠથી એક કાર્યક્રમ પૂર્ણ કરીને નીકળેલા ઓલ ઈન્ડિયા મજલીસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM) ના રાષ્ટ્રિય પ્રમુખ અને લોકસભા સાંસદ બેરીસ્ટર અસદુદ્દીન ઓવૈસીની કાર ઉપર ત્રણથી ચાર રાઉન્ડ ગોળીબાર કરી જે હિચકારો હુમલો થયો હતો. આ હૂમલાના પડઘા કચ્છમાં પડ્યા છે

આ મુદે આજે AIMIM ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ સકિલભાઈ સમાની અધ્યક્ષતામાં પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પત્ર પાઠવ્યો છે. જેમા આ હુમલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. વધુમાં જણાવેલ કે ઓવૈસી દેશના બંધારણની રક્ષા માટે ફાંસીવાદી તત્વો સામે બેખૌફ અવાજ ઉઠાવી રહ્યા છે એ ફાંસીવાદી તત્વોને ગમતું ન હોવાથી આ ઘટનાને અંજામ આપી છે. તેમણે વધુમાં કહ્યું કે આ ઘટનામાં માત્ર બે ઈસમો જ સામેલ ન હોઈ શકે, પરંતુ આ ષડયંત્રમાં એ તમામ તાકતો સામેલ છે, જેઓ દેશના લઘુમતીઓ, દલીતો, અને નબળા વર્ગના લોકોનું પ્રતિનિધિત્વ નથી ઈચ્છતા. આવા કોઈપણ હુમલાને સાંખી નહીં લેવાય અને ફાંસીવાદી તાકતો સામે મજલિસ પૂરી તાકાતથી લડશે. આ કાર્યક્રમને રાષ્ટ્રીય દલિત અધિકાર, રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા, બહૂજન ક્રાંતિ મોરચા અને ફલાહૂલ મુસ્લિમીન વગેરે સંગઠનોએ ટેકો આપ્યો હતો.
આવેદન પત્ર પાઠવતી વખતે AIMIM માંડવી તાલુકા પ્રમુખ આમદભાઈ રાયમા, મુન્દ્રા તાલુકાના પ્રમુખ એડવોકેટ હનીફભાઇ જત, નખત્રાણા તાલુકાના પ્રમુખ ઈદરીસભાઈ સમેજાં, ઈરસાદ ભાઈ જીએજા, મહમદ એ લાખા (જિલ્લા પ્રભારી, રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા, કચ્છ) યાકુબ ભાઈ મુતવા (પ્રમુખ, ફલાહુલ મુસ્લિમીન, કચ્છ) હીરજીભાઈ સીજુ, (બહુજન ક્રાન્તિ મોરચા, સહ સંયોજક, ગુજરાત રાજ્ય) સિકંદર ભાઈ સમેજા, રમજુભાઈ રાયમા, શેરખાનભાઈ, ઈમરાનભાઈ બ્રેર, મુસ્તાકભાઈ મેમણ,કાસમ જત,આસિફ ખલીફા, સલીમ ચાકી, હાજી રાયમા, ઈબ્રાહિમ રાયમા, ફુરકાન મેમણ, સાલેમામદ સમા, ઈરફાન સંગાર, વસીમ ખલીફા, અભુ હિંગોરજા, સકિલ જીયેજા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ