માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાયસન્સની દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ કાઇમ બ્રાન્ચ , પશ્ચિમ – કચ્છ ,

ભુજ પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ નાઓએ અસામાજીક પ્રવૃતી નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.એમ.ગોહિલ તથા પો.સબ ઇન્સ.શ્રી આઈ.એચ.હિંગોરાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા . દરમ્યાન ગઇકાલ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર / તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નાગોર ગામથી નાના વરનોરા ગામ તરફ જતા મેઈન રોડથી આગળ કાચા રસ્તે થઈ ત્રંબૌ ગામની વચ્ચે મીઠી નદી તરફ જતા રસ્તા પર એક ઇસમ પોતાના હાથમાં પ્લાસ્ટિકના કંતાનના કોથળામાં કંઈક શંકાસ્પદ વસ્તુ લઈને જતો જોવામાં આવતા મજકુર ઇસમને રોકી તેનુ નામ – ઠામ પુછતા પોતે પોતાનુ નામ રજાક આદમભાઈ ભટટી , ઉ.વ.ર ૧ , રહે.બીસ્મીલ્લાહ મસ્જીદ પાસે , સંજયનગરી , ભુજ મુળ રહે.કાળી તલાવડી , તા.ભુજ હોવાનુ જણાવેલ મજકુર ઇસમની ઝડતી તપાસ કરતા તેના કબ્જામાંથી એક હાથ બનાવટની દેશી બંદુક કિ.રૂ .૧,૦૦૦ / – વાળી મળી આવેલ તેમજ આ દેશી બંદુક પોતાની પાસે રાખવા અંગે કોઇ પાસ પરમીટ હોય તો રજુ કરવા જણાવતા આવી કોઇ પાસ પરમીટ મજકુર ઇસમ પાસે નહીં હોવાનુ જણાવતા મજુકર ઇસમ વિરૂધ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ હેઠળ ફરીયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની યોગ્ય તપાસ અર્થે માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે 

Leave a Reply

Your email address will not be published.

error: