જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝર માટે આજથી ભરતીનું આયોજન

ભુજ, મંગળવાર;  કચ્છ જીલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર ભરતી આયોજન તા. ૧૨/૦૧/૨૦૨૨ના રોજ શ્રી રામકૃષ્ણ હાઈસ્કુલ, માંડવી, તા. ૧૩/૦૧/૨૦૨૨ ના રોજ શ્રી આર.ડી.હાઇસ્કુલ, મુન્દ્રા,  તા. ૧૫/૦૧/૨૦૨૨ ના રોજ શ્રી વી.ડી.હાઇસ્કુલ, ભુજ, તા. ૧૬/૦૧/૨૦૨૨ ના રોજ શ્રી ડી. વી. હાઇસ્કુલ,  અંજાર,  તા. ૧૭/૦૧/૨૦૨૨ ના રોજ શ્રી ગણેશનગર સરકારી હાઇસ્કુલ, ગાંધીધામ, તા. ૧૮/૦૧/૨૦૨૨ ના રોજ શ્રી લે.પ.બો. સંચા. હાઇસ્કુલ,  ભચાઉ તથા તા. ૧૯/૦૧/૨૦૨૨ ના રોજ શ્રી સરકારી ઉ.મા.શાળા,  રાપરમાં આયોજન કરેલ છે એમ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો. બી.એન. પ્રજાપતિ દ્વારા જણાવ્યું છે.

શિબિરનો સમય સવારે ૧૦.૦૦ થી બપોરના ૦૪:૦૦ કલાક સુધી રાખેલ છે. ઉમેદવારની ઉમર ૨૧ થી 3૬ વર્ષ , શૈક્ષણિક લાયકાત ૧૦ પાસ , ઊંચાઇ ૧૬૮ સે.મી , વજન ૫૬ કિ.લો,  છાતી ૮૦ થી ૮૫ અને શારીરિક રીતે તંદરોસ્ત હોવું જરૂરી છે. ઇચ્છા હોય તેવા ઉમેઘ્વાર બધાજ ડોકયુમેંટની ઝેરોક્ષ અને બે પાસપોર્ટ સાઇજના ફોટા , આધારકાર્ડ , બૉલપેન લઈને શિબિરમાં હાજર રહેવું.

પાસ થનાર ઉમેદવારે ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેનો ચાર્જ રૂ. ૩૫૦ છે. ભારત સરકાર,  રાજ્ય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ, મલ્ટીનેશનલ ઔધ્યોગિકક્ષેત્ર, બૅન્કો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે સુરક્ષા જવાનની સેલરી રૂ ૧૨,૦૦૦/- થી ૧૫,૦૦૦/- સુરક્ષા સુપરવાઈજર માટે રૂ ૧૫,૦૦૦/- થી ૧૮,૦૦૦/- અન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો. પ્રમોશન, પી. એફ. , ઇ. એસ. આઇ., ગ્રેસ્યુઇટી, મેડિકલ સુવિધા, બોનસ, પેન્શન સુવિધા પાસ ઉમેદવારને મળશે.  ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇટેલિજેન્સ સર્વિસ ઇન્ડિયા લી. સહયોગથી પસંગી પામેલ ઉમેદવારને રીજનલ ટ્રેનીગ સેન્ટર માણસા ( ગાંધીનગર )માં ટ્રેનિંગ આપીને સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઇન્ડિયા લી. માં કાયમી નિયુક્ત ૬૫ વર્ષ સુધી મળશે. તાલીમમાં પસંદ થયેલા ઉમેદવાર પાસેથી વર્દી, કીટનો ખર્ચ રૂ. ૧૦,૫૦૦ કંપની લેશે. કોરોના મહામારીમાં દરેક ઉમ્મીદવારોએ સોશિયલ ડિસ્ટન્સ રાખવું તથા માસ્ક અવશ્ય પહેરવું ફરજિયાત છે એમ ભરતીઅધિકારીશ્રી અજીતકુમારે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.

error: