કે.એસ.કે.વી. કચ્છ યુનિના યજમાનપદે યોજ્યો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનો રમતોત્સવ વિજેતાઓનું ડો, એર ડિંડોર – શિક્ષણમંત્રી (રા.ક.) દ્વારા સન્માન ડો. કુબેર ડિંડોર – શિક્ષણમંત્રી (રા.ક.)ની કચ્છ યુનિવર્સિટી ખાતે શુભેચ્છા મુલાકાત

ગુજરાત રાજ્ય યુનિવર્સિટી કર્મચારી રમતગમત અને સાંસ્કૃતિક મહામંડળ દ્વારા પ્રતિ વર્ષે યોજવામાં આવતો ગુજરાત રાજ્ય યુનિવર્સિટી રમતોત્સવ આ વર્ષે કે એસ.કે.વી. કચ્છ યુનિના પુજમાનપદે યોજવામાં આવ્યો હતો. તા. ૭ થી ૯ જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી ૧૪ જેટલી યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં ક્રિકેટ, બેડમિંટન, ટેબલ ટેનિસ, કેરમ અને ગેસ જેવી પાંચ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેબલ ટેનિસ સ્પર્ધાની ફાઇનલમાં કચ્છ યુનિવર્સિટી તરફથી રમતા ડો. પરેશ રાવલ અને ડો સંદીપ જાનીએ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સ્પર્ધકોને હરાવી ચેમ્પીયા બની હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૦૮/૦૧/૨૦૨૨ શનિવારના રોજ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રોંઘી છે. બેર ડિંડોરે છ યુનિવર્સિટીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેમણે ટેબલ ટેનિસ સ્પર્ધાના વિજેતા અને રનર અપ ટીમોને બિરદાવી હતી. વિજેતાઓને સન્માનવાના ઉક્ત કાર્યક્રમમાં કેશુભાઈ પટેલ- જિલ્લા ભાજપ પ્રમુખ, અબડાસાના ધોરારાા- પ્રદ્યુમનસિંહ જાડા, ગાંપીધામના ધારાસભ્ય- માલતીબેન મહેશ્વરી, ડો. વસંત પટેલ – ગુજરાત રાજ્ય યુનિવર્સિટી કર્મચારીના પ્રમુખ, સ્પર્ધકો તેમજ સમાજના ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.

યુનિ. તરફથી સ્વાગત પ્રવચન કરતાં કુલપતિશ્રી પ્રો. જયરાજસિંહ જાડેજાએ યુનિ.ની સ્થાપનાથી હાલ સુધીની વિકાસયાત્રા તેમજ હાલમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનો ચિતાર રજૂ કર્યો. આગામી આયોજનો માટે સરકારશ્રી તરફથી સહાય પ્રાપ્ત થવાનો આશાવાદ વ્યક્ત કર્યો. અગિથિ સત્કાર અને વિજેતાઓને બિરદાવતા છે. કુબેર ડિંડોર રાજ્ય સરકારની શિક્ષણના પુનરુત્થાન અને પ્રધાનમંત્રીશ્રીના નવી શિક્ષણનીતિ પાછળના દૃષ્ટિકોણને સ્પષ્ટ કરતાં કચ્છ જિલ્લાના શૈક્ષણિક વિકાસ માટે બાધારૂપ તમામ અડચણો દૂર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. કાર્યક્રમનું આભાર દર્શન ગુજરાત રાજ્ય યુનિવર્સિટી કર્મચારીના સહમંત્રી – નિરવ રાવલે કર્યું હતું. રીપોર્ટ – કરિશ્મા માની કચ્છ બ્યુરો ચીફ

Leave a Reply

Your email address will not be published.

error: