ભુજ સ્ટેશન રોડથી રીક્ષામાંથી થયેલ રોકડ રૂપીયાની ચોરીના વણશોધાયેલા ગુનાને શોધી કાઢી ત્રણ બાળકિશોરોને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , બોર્ડર રેંજ , ભુજ તથા શ્રી સોરભસીંઘ સાહેબ પોલીસ અધિક્ષક , પશ્ચિમ કચ્છ , ભુજનાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબના માર્ગદશર્ન હેઠળ પો.સ્ટે ખાતે દાખલ થયેલ વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે જરૂરી સુચના આપેલ જે અનુસંધાને ભુજ શહેર બી.ડીવીજન પોસ્ટેના પો.ઇન્સશ્રી ડી.આર.ચૈાધરી નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ .૨ નં -૨૩૩૦ / ૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો ગુન્હો તા -૨૯ / ૧૨ / ૨૦૨૧ ના ક .૧૪ / ૧૦ વાગ્યે જાહેર થયેલ જે કામેના ફરીયાદી તા .૨૮ / ૧૨ / ૨૦૨૧ ના ક .૧૯ : ૦૦ થી ક .૧૯ : ૪૫ વાગ્યાના સમયે પોતાની સી.એનજી.રીક્ષા રજી.નં.જીજે.૧૨.બીયુ .૬૨૨૧ વાળી પાર્ક કરી કલર લેવા સારૂ ગયેલ તે દરમ્યાન કોઇચોર ઇસમ ફરીયાદીની રીક્ષામાંથી રોકડા રૂ .૨૬,૦૦૦ / – ની ચોરી કરી ગયેલ જે મુજબનો ગુનો દાખલ થયેલ હોઇ જે ગુના કામે ભુજ ૧ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ની અલગ – અલગ ટીમો બનાવી તેમજ હ્યુમન રીસોર્સીસ તેમજ ટેકનીકલ સર્વેલન્સ તેમજ લોકલ સી.સી.ટી.વી.ફુટેજનો ઉપયોગ કરી સદરહુ વણશોધાયેલ ગુન્હો ત્વરીત શોધી કાઢવા સારુ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એ.એસ.આઇ.પંકજકુમાર આર.કુશવાહા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ઉપરોક્ત બનાવને અંજામ આપનાર ત્રણ બાળકિશોર છે અને તેઓ કેમ્પ મધ્યે રહે છે જેથી વેરીફાઇ કરી ત્રણેય બાળકિશોરને તેના વાલીઓ ને સાથે રાખી પુછપરછ કરતા પોતે આ ચોરી કર્યાની કબુલાત આપતા હોઇ જેથી આ કામેની યોગ્ય કાર્યવાહી પો.સબ.ઇન્સ.એમ.આર.મહેશ્વરી સાનાઓ ચલાવી રહેલ છે . 

પકડાયેલ આરોપીઓના નામ , સરનામુ કાયદાના સંઘર્ષમા આવેલ ત્રણ બાળકીશોર  શોધી કાઢેલ ગુનો : ( ૧ ) ફર્સ્ટ ગુ .૨ નં -૨૩૩૦ / ૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ  રીકવર કરેલ મુદ્દામાલ ( ૧ ) રોકડા રૂપીયા ૯,૦૦૦ / કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી ઉપરોક્ત કામગીરીમા પ્રો.પો.ઇન્સશ્રી ડી.આર.ચૈાધરીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.એમ.આર.મહેશ્વરી એ.એસ.આઇ.પંકજકુમાર આર કુશવાહા તથા પો.હેડ.કોન્સ.મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ શકિતસિંહ વી.જાડેજા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાય સફળ કામગીરી કરેલ

Leave a Reply

Your email address will not be published.

error: