મિત્રતાની આડમાં યુવાને વિડીયોકોલ મારફતે ૧૫ વર્ષીય તરુણીને નિર્વસ્ત્ર કરી સ્ક્રિનશોટ પાડી બ્લેકમેલ કરતા નોધાઈ FIR

ઓનલાઇન મિત્રતા કરી અને ફસાતી મુગ્ધ કન્યાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે . ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસેના વિસ્તારમાં રહેતી અને દસમાં ધોરણમાં ભણતી ૧૫ વર્ષીય તરૂણીની એક વર્ષ ઇન્સ્ટાગ્રામ એપલીકેશન પર મિત્રતા થઇ હતી. ભાવનગરના શખ્સ સાથે થયેલી મિત્રતા બાદ તરૂણીએ નાદાનીમાં વિડીયોકોલ કર્યો હતો , દરમિયાન મિત્રતા ગાઢ બનતા તરૂણી નિર્વસ્ત્ર થઇ હતી , જેના સ્ક્રિનશોટ યુવકે લઇ લીધા હતા. જો કે તરૂણીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કરતા તેણે બ્લોક કરી દીધો હતો . યુવકે માતાને સ્ક્રિનશોટ મોકલતા સમગ્ર મામલા પરથી પડદો ઉચકાયો હતો અને પરીવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. એ ડિવિઝન પોલીસ મથકે પિતાએ ભાવનગરના જયેશ ડાભી નામના યુવક સામે પોક્સો અને છેડતીની કલમ તળે ફરિયાદ નોંધાવી હતી

પરીવારજનોએ પોલીસ મથકે વર્ણવેલી વાત મુજબ , ધોરણ ૧૦ માં ભણતી ૧૫ વર્ષીય તરૂણીની એક વર્ષ પૂર્વે જયેશ ડાભી નામના યુવક સાથે ઇન્સ્ટાગ્રામ સાથે મિત્રતા થઇ હતી . મુગ્ધાવસ્થાની આ મૈત્રી એટલી હદે ગાઢ થઇ ગઇ હતી કે યુવકની લાગણી સંતોષવા કિશોરીએ વિડીયો કોલ પર નિર્વસ્ત્ર થઇ હતી . કિશોરીની નાદાનીનો લાભ લઇ તરૂણીના નિર્વસ્ત્ર સ્ક્રિનશોટ અને તસવીરો પાડી હતી. ત્યારબાદ નરાધમે કિશોરીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને નિર્વસ્ત્ર ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી . એટલુંજ નહીં નરાધમે કિશોરીની માતાના ફોન પર દિકરીના નિર્વસ્ત્ર તસવીરો મોકલી હતી આ વાતની પરિવારને જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકે પિતાએ ભાવનગરના જયેશ ડાભી નામના યુવક સામે પોક્સો અને છેડતીની કલમ તળે ફરિયાદ નોંધાવી હતી .

Leave a Reply

Your email address will not be published.

error: