કલેકટર કચેરી ખાતે કાયદા અધિકારીશ્રીની જગ્યા માટે ૧૦મી માર્ચ ૨૦૨૨ સુધીમાં અરજી કરવી 

ભુજ, શનિવાર કલેકટર કચેરી, ભુજ ખાતે ૧૧ (અગીયાર) માસની મુદત માટે કરાર આધારિત કાયદા અધિકારીશ્રીની ૧ (એક) જગ્યા માટે નિમણુંક કરવાની થાય છે. આથી આ અંગેની અરજીઓ સુચવેલ લાયકાત/અનુભવ ધરાવતા ઉમેદવારશ્રીઓ પાસેથી તા.૧૦/૦૩/૨૦૨૨ સુધીમાં કલેકટર કચેરી, ભુજ-કચ્છ ખાતે મળી જાય તે રીતે ફકત રજિસ્ટર પોસ્ટ એ.ડી. ટપાલ દ્વારા મંગાવવામાં આવે છે. આ અરજીમાં ઉમેદવારનું નામ, જન્મ તારીખ, રહેણાંકનું સ્થળ (કાયમી/હંગામી), શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગતો દર્શાવવી તથા અંગેના પ્રમાણિત આધાર પુરાવા સાથે સામેલ રાખવા જણાવવામાં આવ્યું છે.

આ અંગેની લાયકાત છે અરજદારશ્રીની ઉંમર  ૫૦ ( પચાસ ) વર્ષથી વધુ હોવી જોઈએ નહી, શૈક્ષણિક લાયકાત કાયદા (સ્પેશિયલ)ની ડીગ્રી અથવા કેન્દ્ર અથવા રાજય સરકારના કાયદા દ્વારા સ્થપાયેલ યુનિવર્સીટી દ્વારા એચ.એસ.સી. બાદ પાંચ વર્ષનો અભ્યાસક્રમ પાસ કરેલ હોવાનું ડીગ્રી અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન એકટ -૧૯૫૬ ની કલમ-૩ દ્વારા સ્થપાયેલ યુનિવર્સીટી દ્વારા મેળવેલ કાયદાની ડીગ્રી. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો -૧૯૬૭ માં જણાવ્યા મુજબ કોમ્પ્યુટર ઉપયોગનું પાયાનું જ્ઞાન. ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન. અનુભવ હાઈકોર્ટમાં અથવા હાઈકોર્ટના તાબા હેઠળની કોર્ટમાં એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ અથવા સ્થાનિક સ્વરાજયની સંસ્થા અથવા સરકારશ્રી હસ્તકના બોર્ડ નિગમ અથવા કંપની કાયદા હેઠળ સ્થપાયેલ કંપનીમાં કાયદાકીય બાબતોનો પાંચ વર્ષનો અનુભવ ઉકત અનુભવ અંગેના પ્રમાણપત્ર ઉમેદવારશ્રીએ જયાં પ્રેકટીસ કરેલ હોય તે રજીસ્ટ્રારશ્રી હાઈકોર્ટ, સંબંધિત જિલ્લાના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજશ્રી, અથવા સંબંધિત સીટી સીવીલ કોર્ટના મ્યુનીસીપલ સીવીલ જજશ્રી અથવા કંપની કાયદા, સરકારશ્રીના હસ્તકના નિગમ, સ્થાનિક સ્વરાજય સંસ્થાના કચેરીના વડા દ્વારા પ્રમાણિત કરેલા હોવા જોઈએ. ઉમેદવારશ્રી ગુજરાતીમાં બોલી, વાંચી, અને લખી શકે તે અંગેનું જ્ઞાન તથા ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી શકે તે મુજબનું જ્ઞાન હોવું જોઈએ. 

આ જ્ઞાન હોવા અંગેનું પ્રમાણપત્ર ઉપર મુજબના અધિકારીશ્રીઓ દ્વારા પ્રમાણિત કરેલ પ્રમાણપત્ર બીડવાનું રહેશે. પગાર માસિક રૂ. ૪૦,૦૦૦/- ફીકસ આ સિવાયની અન્ય બોલીઓ અને શરતો, બજાવવાની સામાન્ય ફરજો અને જવાબદારીની વિગતો આ કચેરીના નોટીસ બોર્ડ અથવા મહેકમ દફતરે કચેરી સમય દરમ્યાન રૂબરૂમાં જોઈ શકાશે તેમજ અત્રેની તા.૨૭/૧૨/૨૦૨૧ વાળી અખબારી યાદી અન્વયે જે ઉમેદવારોએ ઉમેદવારી નોધાવેલ છે તેઓએ ઉકત જાહેરાત અન્વયે પુનઃ અરજી કરવાની રહેશે નહી એમ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ની અખબારી યાદીમાં જણાવાયું છે – હેમલતા પારેખ/અનિશ સુમરા

Leave a Reply

Your email address will not be published.

error: