ધાક ધમકી , મારા મારી જેવા ગંભીર ગુનાઓ કરનાર ઇસમને પાસા હેઠળ ધકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ – ભુજ  પોલીસ

મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબનાઓએ અસામાજીક તત્વો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે ધાક ધમકી તથા મારા મારી જેવા શરીર સબંધી ગંભીર ગુનામાં સંડોવાયેલ અશોકસિંહ વિજયસિંહ જાડેજા , ઉવ .૪૭ , મુળ રહે . મંજલ , તા.નખત્રાણા હાલે રહે . જુનાવાસ , માધાપર , તા.ભુજવાળાની પાસા દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર સાહેબ શ્રી કચ્છ – ભુજ નાઓને મોકલવામાં આવતા કલેક્ટર સાહેબશ્રી તરફથી આરોપી વિરૂધ્ધની પાસા દરખાસ્ત ગ્રાહ્ય રાખી આરોપીને પાસા હેઠળ અટકાયત કરવાનો વોરંટ ઇસ્યુ કરેલ હોય . જે અન્વયે આજરોજ એલ.સી.બી. , પશ્ચિમ કચ્છ – ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એચ.એમ.ગોહિલ તથા પો.સબ ઇન્સ.શ્રી આઈ.એચ.હિંગોરાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફ દ્વારા પાસા વોરંટ આધારે તપાસ કરતા પાસા વોરંટ જે ઇસમ વિરૂધ્ધ ઇસ્યુ થયેલ તે મળી આવતા વોરંટની બજવણી કરી ( ૧ ) અશોકસિંહ વિજયસિંહ જાડેજા , ઉવ .૪૭ , મુળ રહે . મંજલ , તા.નખત્રાણા હાલે રહે . જુનાવાસ , માધાપર , તા.ભુજવાળાને લાજપોર સેન્ટ્રલ જેલ , સુરત ખાતે મોકલવા તજવીજ હાથ ધરેલ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: