તીક્ષ્ણ હથિયાર છરી સાથે એક ઇસમને પકડી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

પોલીસ મહાનરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોડર્ર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામા શરીર સબંધી તેમજ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા સારુ આપેલ સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ કામગીરી કરવા સૂચના કરેલ . જે અન્વયે પોલીસ ઇન્સપેકટર શ્રી એ.સી.પટેલસાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મટન માર્કેટ એક ઇસમ બેઠેલ હોઇ જે શંકાસ્પદ લાગતા તેની પાસે જઇ ચેક કરતા તેની ભેઠમાંથી એક તીક્ષ્ણ હથિયાર ધારદાર છરી મળી આવેલ જેથી મજકુર ઇસમને પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે છરી રાખી મે.શ્રી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી કચ્છ – ભુજના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોઇ મજકુર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપીઓ : ( ૧ ) મુસ્તાક ઉર્ફે અપરાધી મોહસીન ખાટકી ઉ.વ -૨૦ રહે – સુરલભીટ રોડ તાનગર ભુજ મુદામાલ : ( ૧ ) તીક્ષ્ણ ધારદાર સ્ટીલની છરી નંગ -૧ કિ.રૂ .૦૦ / ૦૦
આમ ઉપરોક્ત કામગીરી પોલીસ ઈન્સપેકટરશ્રી એ.સી.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ મહિપાલસિંહ.એન.જાડેજા તથા પો.હેડ.કોન્સ મનુભાઇ કે નાડોદા તથા પો.કોન્સ.રણજીતસિંહ કે જાડેજાનાઓ જોડાયેલા હતા .