મહુવા તાલુકાની દુઘેરી પ્રાથમિક શાળામાં વાંચન સપ્તાહની ઉજવણી

આજરોજ તા.૧૦-૧-૨૦૨૨ ને ગુરુવારના રોજ શ્રી દુઘેરી પ્રા.શાળામાં વાંચન સપ્તાહની સુંદર ઉજવણી કરવામાં આવી.બાળક અભ્યાસકીય પુસ્તકોની સાથે સાથે સહઅભ્યાસીક જ્ઞાન પણ મેળવે,દેશ દુનિયાના સાંપ્રત પ્રવાહો સાથે જોડાયેલ રહે અને સૌથી મહત્વનું કે તેને ગમે તેવું વાંચન કરવાની તક મળે તેવા ઉત્તમ હેતુ સાથે આ આયોજન કરવામાં આવેલ.જેમાં ધોરણ ૬ થી ૮ ના તમામ બાળકો હર્ષભેર જોડાયેલા અને આગામી સમયમાં દર અઠવાડિયે ઓછામાં ઓછું એક પુસ્તક વાંચશે તેવો સંકલ્પ લીધેલ. સમગ્ર કાર્યક્રમમાં ઉચ્ચતર પ્રા.વિભાગના શિક્ષકો અને એસએમસી સદસ્ય તેમજ પુસ્તકપ્રેમી અને દાતા શ્રી વિઠ્ઠલભાઇ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.શાળાના આચાર્યશ્રી મનીષભાઈ ખડદિયાએ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.રીપોર્ટ – સતાર મેતર