રોકડ રૂ.૧૦,૩૫૦/-નાં મુદામાલ સાથે જુગાર રમતાં કુલ-૭ ઇસમોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભાવનગર

ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી. જાડેજા,પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે શહેર/ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/ જુગારને લગતી પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.
આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર, કુંભારવાડા,મીલની ચાલી, શકિત પાન પાછળ આવેલ ડબ્બાવાસમાં જાહેર જગ્યામાં બાવળની કાંટમાં અમુક માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમે છે. જે જગ્યાએ રેઇડ કરતાં ગંજીપતાનાં પાના-પૈસાથી જુગાર રમતાં નીચે મુજબના નામવાળા ઇસમો ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૧૦,૩૫૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવેલ.
(૧) સમીર ઉર્ફે બટેટી હનિફભાઇ શમા ઉ.વ.૨૭ ધંધો- મજુરી રહે.શકિત પાનવાળા ખાંચામાં, મીલની ચાલી, કુંભારવાડા, ભાવનગર (૨) પ્રતિપાલસિંહ હેમંતસિંહ જાડેજા ઉ.વ.૨૭ ધંધો-પ્રાયવેટ નોકરી રહે.પ્લોટ નં.૫૬, નિર્ભય સોસાયટી, ભાવનગર (૩) હનિફભાઇ નાનુભાઇ શમા ઉ.વ.૬૪ ધંધો-વેપાર રહે.શકિત પાનવાળા ખાંચામાં, મીલની ચાલી,કુંભારવાડા, ભાવનગર (૪) પીન્ટુ કાંતિભાઇ સોલંકી ઉ.વ.૩૨ ધંધો-મજુરી રહે.ભાંગનાં કારખાનાં પાછળ,રાણીકા, ભાવનગર (૫) ઇમ્તિયાજ કરીમભાઇ કાજી ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે.સરકારી નિશાનની પાસે,મસ્જીદવાળો ખાંચો, મીલની ચાલી, કુંભારવાડા, ભાવનગર (૬) જીતેન્દ્દ કાંતિભાઇ સોલંકી ઉ.વ.૩૩ ધંધો-મજુરી રહે.પ્લોટ નં.૪,ઝવેરભાઇ ની વાડીમાં, દેસાઇનગર, ભાવનગર (૭) અખ્તર ફિરોજભાઇ કુરેશી ઉ.વ.૧૯ ધંધો-મજુરી રહે.શેરી નંબર-૩,શકિત પાનવાળા ખાંચામાં, મીલની ચાલી, કુંભારવાડા, ભાવનગર
આ તમામ ઇસમો વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરાસાહેબ તથા એન.જી.જાડેજાસાહેબ તથા પી.આર.સરવૈયાસાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર પો.હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ,રાજપાલસિંહ સરવૈયા, ભહિપાલસિંહ ચુડાસમા, જયરાજસિંહ જાડેજા, સંજયભાઇ ચુડાસમા, જયદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં. – રીપોર્ટ સતાર મેતર