પર્યાવરણ સંઘર્ષ સમિતિ દ્વારા તાળજા વિસ્તારના ધારાસભ્ય શ્રીકનુભાઇ બારૈયા આગામી દિવસોમાં અલંગ-સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ અંગેની દિલ્હી ખાતે રજૂઆત કરવામાં આવશે તે અંગેની જાણકારી અને રજૂઆત કરવામાં આવી

અલંગ-સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે પ્લોટના માલિકો દ્વારા અવાર નવાર બેફામ રીતે ઝેરી કચરો બાળવામાં આવી રહ્યો છે સરકારના નિયમોને નેવે મૂકીને સમુદ્ર તરફ દરિયા પૂરીને પ્લોટ વધારવામાં આવી રહ્યા છે મજૂરો ને અનેક મુશ્કેલીઓ છે મોટા પાયે વિસ્તારનું પર્યાવરણ અને આરોગ્ય બગડી રહ્યું છે આ બાબતે અવાર નવાર તમામ પુરાવા સાથે ગુજરાત મેરીટાઈમ બોર્ડને ગુજરાત પ્રદૂષણ બોર્ડ અને વડાપ્રધાના કાર્યાલય સુધી મુખ્યમંત્રીશ્રી સુધી તમામ જગ્યાએ રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ દેખાતું નથી. દરરોજ ને માટે પ્લોટ ની અંદર બેફામ રીતે ધુમાડા નીકળી રહ્યા છે. ત્યારે પર્યાવરણ સંઘર્ષ સમિતિની મળેલી મિટિંગમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલ છે કે આજુબાજુ વિસ્તારના દરેક ગામડાના ખેડૂતો ને તેમજ આગેવાનોની સહીઓ લઇને ફરી વખત દિલ્હી જઈને શ્રી પ્રધાન કાર્યાલય અને અધ્યક્ષ શ્રી નેશનલ ગ્રીન ર્ટીબયુનલ ભારત સરકાર ન્યુ દિલ્હી ખાતે અને ગુજરાત રાજ્યના તમામ લોકસભા અને રાજ્યસભાના સાંસદ જેવો દિલ્હી હાજર હશે તેમને તારીખ ૫/૩/૨૦૨૨ થી તારીખ ૭/૩/૨૦૨૨ દરમિયાન દિલ્હી ખાતે રૂબરૂ રજૂઆત કરવાનું નક્કી કરેલ છે. તે અંગેની તમામ માહિતી તળાજા વિસ્તારના ધારાસભ્યશ્રી કનુભાઇ બારૈયા ને રજૂઆત કરવામાં આવેલ. પ્લોટ માં પણ સલામતીના અભાવને કારણે મજૂરોના મૃત્યુ તેમજ નાની મોટી ઇજાઓ થઇ રહી છે. તે તમામ વિગતો ધારાસભ્ય શ્રી ને આજરોજ તારીખ ૨૦/૨/૨૦૨૨ ને રવિવારના રોજ રૂબરૂ જણાવવામાં આવેલ. તેમજ હાલના પોર્ટ ઓફિસર ની અલંગ ઉપર કોઈ પકડ રહી નથી એટલે અન્ય નવા પોર્ટ ઓફિસર ને મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ કારણ કે ગુજરાત મેરીટાઇમ બોર્ડ કે ગુજરાત પ્રદૂષણ બોર્ડ ને ગમે તેટલા પુરાવા સાથે રજૂઆત કરશુ તોય એનો તેમને કોઈ ફરક પડવાનો નથી. આ બધું જ મિલીભગતથી થઈ રહ્યું છે. ફક્ત નોટિસ આપીને સંતોષ માનવામાં આવે છે. જેથી કોઈને સરકારશ્રી ના નિયમનો ડર રહેતો નથી. પરંતુ હવે આપણા વિસ્તારના ભાવિ પેઢી માટે જાગૃતિ લાવવી જરૂરી છે. સૌ સાથે મળીને રાજકી મતભેદ ભૂલીને આપણા વિસ્તારના હિત માટે કાર્ય કરીએ તેવી માંગ છે. દિલ્હી ખાતે મુલાકાત માટે વડાપ્રધાન શ્રી. ગૃહ મિનિસ્ટર શ્રી ભારત સરકાર. સાંસદ શક્તિસિંહ ગોહિલ. સાંસદ મનસુખભાઈ માંડવીયા. સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા. સાંસદ. નરહરિભાઇ અમીન વગેરે તમામ આગેવાનોને અને નેશનલ પર્યાવરણ વિભાગ તેમજ પર્યાવરણ મંત્રી શ્રી ને મુલાકાત માટે દિલ્હી ખાતે જાણ પણ કરી દેવામાં આવેલ છે. અને એમની એક નકલ રાષ્ટ્રપતિ ભવન ખાતે પણ મોકલવામાં આવેલ છે – સુખદેવસિંહ ગોહિલ સોસિયા