ભાવનગર રેન્જના પોલીસ વડા શ્રી અશોકકુમાર યાદવ તેમજ જીલ્લા પોલીસ વડા જયપાસિંહ રાઠોડ સાહેબે કરી સુચના

આજ રોજ ભાવનગર રેન્જના પોલીસ વડા શ્રી અશોકકુમાર યાદવ તેમજ જીલ્લા પોલીસ વડા જયપાસિંહ રાઠોડ સાહેબ ની સુચના મુજબ જીલ્લા ના પો.સ્ટે ખાતે પડી રહેલ વાહન મુદામાલ ના નીકાલ ની ડ્રાઇવ રાખવામા આવેલ જે દરમ્યાન પાલીતાણા વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.જાડેજા સાહેબ નાઓની તેમજ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અને નાયબ મામલતદાર રણજીતસિંહ મોરી શિહોરનાઓ તથા શિહોર પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.ગોહિલ ની અધ્યક્ષતામાં શિહોર પોલીસ સ્ટેશનમાં ઘણા લાંબા સમયથી બીનવારસી વાહનો જી.પી.એકટ કલમ ૮૨(૨) મુજબના બિનવારસી વાહનો જેમાં મોટર સાયકલો કુલ -૭૪ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં પડેલ હોય જે સરકાર ખાલસા કરવા વાહનો ની જાહેર હરાજી કરવામાં આવેલ હતી આ જાહેર હરાજીમાં કુલ -૩૫ વેપારીઓએ ભાગ લીધેલ હતો આ જાહેર હરાજીમાં તમામ વાહનોની અપસેટ કીંમત રૂ.૧૬૨૬૦૦/- ની કમીટી દ્વારા નક્કી કરેલ હતી જે તમામ જી.પી.એકટ કલમ ૮૨ (૨) ના ૭૪ વાહનો ની બોલી વેપારીઓ દ્વારા વધુમાં વધુ બોલી બોલાતા હરાજી મા બોલી ઉપરાંત જી.એસ.ટી મળી કુલ રૂ.૬૦૭૭૦૦/- ની અપસેટ કિંમત કરતા ત્રણ થી ચાર ગણી રકમ ઉપજેલ જે સમગ્ર પ્રક્રીયા પાલીતાણા વિભાગના નાયબ પોલીસ અધીક્ષક શ્રી આર.ડી.જાડેજા ની અધ્યક્ષતા મા કરવામા આવેલ છે આ સમગ્ર કામગીરી મા શિહોર પો.સ્ટે ના પો.ઇન્સ કે.ડી.ગોહિલ તથા રાઇટર હેડ પી.જી.ગોહિલ તેમજ અર્જુનસિંહ ગોહિલ તથા શિહોર હોમગાર્ડઝ ઓફીસર કમાન્ડીંગ આર.વી.ડોડીયા તેમજ શિહોર પોલીસ સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ – રીપોર્ટ – સતાર મેતર