અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ખાતે ઝેરી કચરો બેફામ રીતે બાળવામાં આવી રહ્યો 

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે આજરોજ તારીખ ‌૧૫/૨/૨૦૨૨ ના સાંજના ૬.૩૦ કલાકની આસપાસ અલંગ નદીના કાંટા ઉપર બેફામ રીતે ઝેરી કચરો બાળવામાં આવી રહ્યો છે તેમજ અનેક ટ્રેક્ટરો આ નદીની બાજુમાં ખુજલી ના કરવામાં આવેલ છે અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ ફરક પડતો નથી . કારણકે અમો પણ હવે રજૂઆતો કરી કરીને થાકી ગયા છીએ. સ્થાનિક લોકોની જાગૃતિ ન હોવાને કારણે અને અંગત સ્વાર્થને કારણે આવું બધું બની રહ્યું છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડના પોર્ટ ઓફિસર શ્રી નો અલંગ ઉપર કોઈ પકડ રહી નથી એટલે સારા અધિકારી મુકવા પણ અમારી માંગ છે . આજના આગના બનાવની ટેલીફોન થી ગુજરાત પ્રદૂષણ બોર્ડ ભાવનગરના અધિકારી શ્રી ને પણ જાણ કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં તમામ પુરાવા સાથે દિલ્હી ખાતે રજૂઆત કરવા જવામાં આવશે. સ્થાનિક ખેડૂતો યુવાનો પર્યાવરણ પ્રેમીઓ જાગૃત થાવ નકર આગામી દિવસોમાં આપણા વિસ્તારના ભયંકર રોગો થવાનું ઘર બની જશે. આ ખુજલી ખાવાથી અનેક ગાય માતાના મૃત્યુ થયા છે. વધુ ને વધુ ગ્રુપમાં મૂકો કદાચ સરકાર આપણો અવાજ સાંભળે. રીપોર્ટ – સુખદેવસિંહ ગોહિલ સોસિયા

Leave a Reply

Your email address will not be published.

error: