આડોડીયાવાસ ખાતેથી ક્વોલીટી જુગાર પકડી પાડતી ઘોઘારોડ પોલીસ

ભાવનગર રેંજના આઇ.જી.પી શ્રી અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબ તથા ભાવનગર સીટીના મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી સફીન હસન સાહેબનાઓએ આપેલ પ્રોહી. જુગાર ડ્રાઇવ સબબ.

આજરોજ તા.૧૩/૦૨/૨૦૨૨ ના રવિવારની જાહેર રજા સબબ ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી આર.આઇ.સોલંકી સાહેબના સીધા માર્ગદર્શન મુજબ ડી સ્ટાફના હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ તથા પોલીસ સ્ટાફ વિગેરે પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન પોલીસ કોન્સ. અનીલભાઈ દામજીભાઈ તથા પોલીસ કોન્સ. રાજેન્દ્રભાઇ ભલાભાઇને  તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે આધારભુત હકિકત મળેલ કે આડોડીયાવાસ, અખાડા સામેની ખુલ્લી જગ્યામાં ગણેશ વિનુભાઇ પરમાર તથા રણુભાઇ હરૂભાઇ રાઠોડ તેના મિત્રો સાથે સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપાનાના પાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમે છે*જે હકિકત આધારે રેઇડ કરતા ત્રણ આરોપીઓ ગંજીપાનાના પાના-૫૨ તથા રોકડ રૂા.૧૦,૧૫૦/ ના મુદામાલ સાથે મળી આવતા તેમજ બે આરોપીઓએ નહી મળી આવી જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો કરેલ હોય આગળની કાર્યવાહી પોલીસ હેડ કોન્સ. વાય.એન.ગોહિલ સાહેબએ હાથ ધરેલ છે. પકડાયેલ આરોપીઓ – ​(૧) ભાવેશભાઇ લધારામભાઇ પારવાણી, ઉવ.૩૦, રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી, ગાયત્રીનગર, ભાવનગર તથા (૨) પંકજભાઇ પ્રફુલભાઇ તમાયશી, ઉવ.૩૯, રહે.ઘર નં.૧૦, અર્જુનનગર સોસાયટી, કુબેરનગર, છારાનગર, અમદાવાદ તથા (૩) મનીષભાઇ મનુભાઇ રાઠોડ, ઉવ.૩૨, રહે.આડોડીયાવાસ, રજની પાન, ભાવનગર પકડવા પર બાકી- (૪) ગણેશભાઇ વિનુભાઇ પરમાર, રહે.આડોડીયાવાસ, ભાવનગર (૫) રણુભાઇ હરૂભાઇ રાઠોડ, રહે.આડોડીયાવાસ, ભાવનગર – રીપોર્ટ – સતાર મેતર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: