હળવદ મીની સોમનાથ તરીકે જાણીતા વૈજનાથ મહાદેવ મંદિર સૌપ્રથમવાર ભસ્મ આરતી યોજાઈ

વૈજનાથ મહાદેવ મંદિર ખાતે સૌ પ્રથમવાર ભસ્મ આરતી કરવામાં આવી.આબેહુબ‌ મહાકાલ ની ઝાંખી કરાવી

હળવદ: મહાશિવરાત્રીનું પાવન પર્વ છે, ભક્તો દેવોના દેવ મહાદેવની આરાધના કરી રહ્યા છે, ત્યારે આજના પવિત્ર દિવસે હળવદ નું  અતિ પ્રાચીન વૈજનાથ  મહાદેવ વર્ષો જૂનું છે,આ મંદિર મીની સોમનાથ તરીકે પણ જાણીતું છે, ભક્તોની આસ્થાના પ્રતીક સમાન છે. આ મંદિર ૫૦૦ વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે. વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ભસ્મ આરતી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.હળવદ સૌપ્રથમવાર વૈજનાથ મહાદેવ મંદિર એ ભસ્મ આરતી કરવામાં આવી હતી. આબેહુબ મહાકાલની ઝાંખી કરાવી.ભકતોએ શ્રદધા પુવૅક દશૅન કરી ધન્યતા અનુભવી હતી.

હોમાત્મક લઘુરુદ્રયજ્ઞ, ૫૨ ગજની ધ્વજારોહણ, ભાંગપ્રસાદ, મહાઆરતી, સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવાર થી શિવભક્તો મહાદેવ ની પુજા અર્ચના અભિષેક અને શિવ ઉપાસના  કરવામા ઉમટી પડ્યા હતા. 

ભક્તોની રોજ અહીં ભીડ રહેતી હોય છે. ભક્તો ખુબજ આસ્થા સાથે વૈજનાથ મહાદેવની આરાધના કરે છે.   કરોડોના ખર્ચે આ મંદિરને સોમનાથ મંદિર જેવો આકાર આપવામાં આવ્યો હોઈ તે મીની સોમનાથ તરીકે પણ જાણીતું છે – રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published.

error: