પ્રોહીબીશન તેમજ હત્યાનો પ્રયાસ તેમજ એટ્રોસીટીના ગુના કામેના છેલ્લા નવ (૦૯) માસથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ

મે. પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી પુર્વ-કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઈ જે અનવ્યે પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.આર.વસાવા તથા સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પોલીસ ઈન્સ્પેકટરશ્રી આર.આર.વસાવા નાઓની ખાનગી બાતમી આધારે ભચાઉ પોલીસ સ્ટેશન (૧) ગુ.ર.નં.૦૧૨૭/૨૦૨૧ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(એ) તથા (૨) ગુ.ર.નં. ૦૧૫૧/૨૦૨૧ ઈ.પી.કો કલમ ૩૨૪, ૩૨૫, ૦૭, ૩૯૫, ૩૯૭, ૨૯૪(ખ), ૪૨૭, ૪૫૨, ૫૦૬(૨), ૧૮૮ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(આર), ૩(૧)(એસ), ૩(૨)(૫), ૩(૨)(૫-એ) તથા આર્મ્સ એકટ ૨૫(૧)(બી-એ) મુજબના ગુના કામેના આરોપીઓને ભચાઉ તાલુકાના જુની મોટી ચીરઈ ખાતેથી પકડી પાડી રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પ્રોહીબિશનના ગુના કામે પકડાયેલ આરોપી: સુરેશ વાલાભાઈ કોલી ઉ.વ.૨૨ રહે. જુની મોટી ચીરઈ તા.ભચાઉ

હત્યાનો પ્રયાસ તેમજ એટ્રોસીટીના ગુના કામે પકડાયેલ આરોપીઓ: (૧) સુરેશ વાલાભાઈ કોલી ઉ.વ.૨૨ રહે. જુની મોટી ચીરઈ તા.ભચાઉ (૨) કાનાભાઈ માલાભાઈ કોલી ઉ.વ.૩૦ રહે. જુની મોટી ચીરઈ તા.ભચાઉ

આરોપીઓના ગુનાઓ: (૧) ગુ.ર.નં.૦૧૨૭/૨૦૨૧ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(એ) મુજબ (૨) ગુ.ર.નં. ૦૧૫૧/૨૦૨૧ ઈ.પી.કો કલમ ૩૦૭ વિ. તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(આર), ૩(૧)(એસ), ૩(૨)(૫), ૩(૨)(૫-એ) તથા આર્મ્સ એકટ ૨૫(૧)(બી-એ)

આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.આર.વસાવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા, વિશ્વજીતસિંહ ગોહીલ, સુરેશભાઈ પીઠીયા તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકજી ઠાકોર વિગેરેનાઓ સાથે રહી કરવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: