ભચાઉ પો.સ્ટે . તેમજ પશ્ચિમ કચ્છ, ભુજ જીલ્લાના પધ્ધર પો.સ્ટે . વિસ્તારમાં થયેલ ૬૬ કે.વી તેમજ ૧૧ કે.વી.ના ઈલેક્ટ્રીક વાયર ચોરીના ભેદ ઉકેલી આંતર રાજય ગેંગના પાંચ આરોપી પકડી પાડી તમામ મુદ્દામાલ રીકવર કરતી ભચાઉ પોલીસ 

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ નાઓ તરફથી મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ તેમજ આરોપી શોધી કાઢવા સુચના હોઈ જે અનવ્યે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર ખેડૂતોના બોરવેલના કેબલ ચોરીના તેમજ પી.જી.વી.સી.એલવીજ લાઈનના વાયર ચોરીના બનાવો બનતા હોઈ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.આર.વસાવા નાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કેબલ તેમજ વાયર ચોરીના ગુનાઓ શોધી કાઢી આવી ચોરીઓ અટકાવવા બાબતે સખત સુચના આપેલ . જે અનવ્યે ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૦૭૭/૨૦૨૧ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબનો નોંધાયેલ જેમાં ભચાઉ તાલુકાના માય ગામની વાડી વિસ્તારમાં ૧૧ કે.વી ફીડરની લાઈનમાંથી કોઈ અજાણયા માણસો કટ્ટર વડે વીજ લાઈનના વાયરો કાપી ચોરી કરી લઈ ગયેલ હોઈ જે બાબતે પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.આર.વસાવા તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો ઉપરોક્ત ગુનો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા દરમ્યાન ખાનગી બાતમી આ કામેના પાંચ આરોપીઓને ૧૩૦૦ કિ.ગ્રા વાયર સાથે પકડી પાડેલ અને તપાસ દરમ્યાન પશ્ચિમ કચ્છ , ભુજ જીલ્લાના પધ્ધર પો.સ્ટે . વિસ્તારના કુકમા સ્બ સ્ટેશનથી કોટડા ( ચકાર ) વચ્ચે વીજ લાઈન કાપી ચોરી કરેલાની કબુલાત આપતા પધ્ધર પો.સ્ટે . ગુનો નોંધાયેલ હોઈ બન્ને અન ડીટેક્ટ ગુનાઓ શોધી કાઢી તમામ ઈસમોને ગુના કામે રાઉન્ડ અપ કરી કોરોના ટેસ્ટની તજવીજ કરવામાં આવેલ છે. 

પકડાયેલ આરોપીઓ : ( ૧ ) શક્તિસિંહ ભેરૂસિંહ રાવત ઉ.વ .૨૩ રહે . હરણીયા મંગરી તા.મંગરી તા.આસીન્દ જી.ભીલવાડા ( ૨ ) સોહનલાલ ઉદારામ ભીલ ઉ.વ .૨૪ રહે . હરણીયા મંગરી તા.મંગરી તા.આસીન્દ જી.ભીલવાડા ( ૩ ) નવરતનસિંગ વનરાજસિંગ સોનગરા ( રાજપુત ) ઉ.વ .૨૪ રહે . સિંગપુરા તા.રાયપુર જી.ભીલવાડા ( ૪ ) પારસ કાલુજી સાલવી ઉ.વ .૨૨ રહે . રાન તા.દેવગઢ જી . રાસમંથ ( ૫ ) શાંતિલાલ ઉર્ફે સોનું ગોરધન પ્રજાપત ઉ.વ .૨૫ રહે . રાન તા.દેવગઢ જી . રાજસમંથ ( રાજસ્થાન ) તમામ હાલે રહે . શિવ આર્કેડ પડાણા તા.ગાંધીધામ શોધી કાઢેલ ગુન્હાઓ : ( ૧ ) ભચાઉ પો.સ્ટે . ગુ.ર.નં -૦૦૭૭ / ૨૦૨૨ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ ( ૨ ) પધ્ધર પો.સ્ટે . ( પશ્ચિમ કચ્છ , ભુજ ) ગુ.ર.નં -૦૦૨૧ / ૨૦૨૨ ઈ.પી.કો કલમ ૩૭૯ રીકવર કરેલ મુદ્દામાલ ( ૧ ) કટીંગ કરેલ વાયર ૧૩૦૦ કિ.ગ્રા . કિ.રૂ. ૧,૮૨,૦૦૦ / ( ૨ ) પીકપ ડાલું રજી નં . GJ – 02 – K – 9434 કિ.રૂ. ૨,૦૦,૦૦૦ / ( ૩ ) મોબાઈલ નંગ -૦૬ કિ.રૂ. ૨૫,૫૦૦ / ફલ્લે કિ.રૂ. ૪,૦૭,૫૦૦ / 

આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.આર.વસાવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા , વિશ્વજીતસિંહ ગોહીલ , સુરેશભાઈ પીઠીયા તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકજી ઠાકોર વિગેરેનાઓ સાથે રહી કરવામાં આવેલ હતી – રીપોર્ટ – ગની કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: