લેન્ડ ગ્રેબિંગ ( જમીન પચાવી પાડવા ) ના ગુન્હા કામેના ફરાર આરોપીને પકડી પાડતી ના.પો.અધિ.શ્રી ભચાઉ વિભાગની ટીમ

કચ્છ – ભચાઉ – તારીખ – ૦૫/૦૧/૨૦૨૨ બુધવાર – પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડેર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ દ્વારા મિલ્કત સબંધિત તેમજ જમીન પચાવી પાડવાના ગુન્હા કામેના આરોપીને શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન હોઈ જે અંગે ભચાઉં પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ગુ.ર.નં .૦૪૮૧ / ૨૧ ગુજરાત જમીન પચાવી પાડવા પર ( પ્રતિબંધ ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૪ ( ૩ ) , પ ( સી ) મુજબના ગુના કામેના આરોપીઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ રહી હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદ મેળવી નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા , ભચાઉ વિભાગ ભચાઉ નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે , ઉપરોક્ત ગુના કામેનો આરોપી શામજી બીજલ છાંગા રહે . કરમરીયા તા . ભચાઉ વાળો પોતાના ઘરે આવેલ છે જે બાતમી આધારે ના.પો.અધિ.શ્રી.ભચાઉ વિભાગ તથા ના.પો.અધિ.શ્રી.ભચાઉ વિભાગ ભચાઉની કચેરીના સ્ટાફના માણસો દ્વારા ઉપરોક્ત આરોપીના ઘરે તપાસ કરતા આરોપી મળી આવતા તેને પકડી પાડી ઉપરોક્ત ગુના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . પકડાયેલ આરોપી : શામજી બીજલ છાંગા ( આહિર ) ઉ.વ .૩૨ રહે . કરમરીયા તા . ભચાઉ આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ભચાઉ વિભાગ ભચાઉના સ્ટાફના માણસો દ્વારા સાથે રહી કરવામાં આવેલ હતી 

Leave a Reply

Your email address will not be published.

error: