પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા કિન્નરની હત્યા કરનાર શખ્સ ને દબચ્યો

ભચાઉ તાલુકાના સામખીયારી – મોરબી હાઈવે પર આવેલ અજંતા કંપની પાસે આવેલ જુના કટારીયા બ્રીજ નીચે કિન્નરની હત્યા કરનાર શખ્સને આખરે પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યો મળતી માહિતી મુજબ તા .૭|ર| રરના રોજ જુના કટારીયા અજંતા કંપની સામે રોડની સાઈડમાં બાવળની ઝાડીમાં જુલી દે ઉર્ફે ઢીંગલી જાહીદા દે કીન્નરની કોઈ અજાણ્યા વ્યક્તિએ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી આરોપી નાસી ગયો હતો. આ બનાવ અંગે પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સના આધારે મળેલ બાતમી નાં આધારે આરોપી સુરેશભાઈ શંકરભાઈ ખાંડેકા , ઉ.વ.ર ૬ , રહે.ગોકુલનગર , ગુલાબ મીલની બાજુમાં અંજારવાળાને અંજાર ખાતેથી પકડી પાડી રાઉન્ડઅપ કરી આ ગુના કામે વધુ તપાસ અર્થે સામખીયારી પોલીસ મથકે સોંપી આપવામાં આવ્યો આ કાર્યવાહીમાં આરોપી પાસેથી એકટીવા , ફોન , છરી સહિત કુલ ૭૦,૭૦૦ નો મુદામાલ મળી આવ્યો

Leave a Reply

Your email address will not be published.

error: