ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી મુદ્દામાલ રીકવર કરતી ભચાઉ પોલીસ પોલીસ

મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ નાઓ તરફથી મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ તેમજ આરોપી શોધી કાઢવા સુચના આપેલ . ભચાઉ પો.સ્ટે . ગુ.૨.નં .૧૧૯૯૩૦૦૪૨૨૦૦૪૬ / ૨૦૨૨ ઈ.પી.કો કલમ ૩૮૦,૪૫૭,૧૧૪ મુજબનો ગુનો તા .૧૬ / ૦૨ / ૨૦૨૨ ના કલાક ૧૮/૧૦ વાગ્યે જાહેર થયેલ અને સદરહું ગુના કામે ના ફરીયાદી નંદુબેન વા / ઓફ વિભાભાઇ કોલી રહે.ઓઢવવાસ ભરૂડિયા તા.ભચાઉ વાળી ગઈ તા .૦૯ / ૦૨ / ૨૦૨૨ ના રોજ સવારના લાકડા કપાવવા મજુરો લઇને ગયેલ અને તા .૦૯ / ૦૨ / ૨૦૨૨ ના રોજ ભચાઉ પોતાના ઘરે પરત આવી મોડી રાત્રે ઘરના રૂમ બાજુ જતા દરવાજામાંથી બે વ્યક્તિ પાછળની વાડ ટપી ભાગી ગયેલ જે રૂમમાં જોતા લોખંડના ટંકમાં રાખેલ રોકડ રૂપીયા ૧૫,૦૦૦ / -ની ચોરી થઈ ગયેલ જે બાબતે ઉપરોક્ત નંબરથી ગુનો રજીસ્ટર થયેલ . ઉપરોક્ત નોંધાયેલ ગુના અનવ્યે પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.આર.વસાવા નાઓ દ્વારા ઉપરોક્ત ગુનો શોધી કાઢવા સુચના હોઈ જે બાબતે પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર.વસાવા તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકજી ઠાકોર નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે આ ચોરીમાં ભરૂડીયાના ગામના બે ઇસમો સંડોવાયેલા છે અને તે ચોરીમાં ગયેલ રૂપીયા લઇ ભચાઉ તરફ આવી રહેલ છે જે બાતમી આધારે ભચાઉ લોધીડા ત્રણ રસ્તા પાસેથી 

આ કામેના આરોપીઓ ( ૧ ) માવજી રાઘુ કોલી રહે . ઓઢવાસ ભરૂડીયા તા.ભચાઉ તથા ( ૨ ) ભરત મોમાયા કોલી રહે.છપરીવાસ ભરૂડીયા તા.ભચાઉ વાળાઓને પકડી લઈ તેની પાસેથી રોકડ રૂપીયા ૧૦,૦૦૦ / – મળી આવતા ગઇ તા .૦૯ / ૦૨ / ૨૦૨૨ ના ઓઢવવાસ ભરૂડીયામાં ચોરી કરેલાની કબુલાત આપેલ તેમજ બાકીના રૂપીયા વાપરી નાખેલાનું જણાવતા ચોરીમાં ગયેલ રોકડ રૂપીયા ૧૦,૦૦૦ / – રીકવર કરી અનડીટેક્ટ ગુનો શોધી કાઢી મજકુર ઈસમને ગુના કામે રાઉન્ડ અપ કરી કોરોના ટેસ્ટની તજવીજ કરવામાં આવેલ છે . શોધી કાઢેલ ગુનો : ભચાઉ પો.સ્ટે . ગુ.૨.નં- ૧૧૯૯૩૦૦૪૨૨૦૦૪૬/૨૦૨૨ ઈ.પી.કો કલમ ૩૮૦,૪૫૭,૧૧૪ મુજબ 

પકડાયેલ આરોપી ( ૧ ) માવજી રાઘુ કોલી રહે . ઓઢવાસ ભરૂડીયા તા.ભચાઉ તથા ( ૨ ) ભરત મોમાયા કોલી રહે.છપરીવાસ ભરૂડીયા તા.ભચાઉ રીકવર કબ્જે કરેલ રોકડ રૂપિયા ( ૧ ) રોકડ રૂપીયા ૧૦,૦૦૦ / 

આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર.આર.વસાવા તથા પો.સ.ઈ શ્રી પી.કે.ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા , વિશ્વજીતસિંહ ગોહીલ , સુરેશભાઈ પીઠીયા તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકજી ઠાકોર તથા જયદીપસિંહ ડાભી વિગેરે નાઓ સાથે રહી કરવામાં આવેલ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: