શક પડતા ચોરીના મો.સા. સાથે એક આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ 

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ , ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી , પુર્વ કચ્છ , ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબનાઓ તરફથી જિલ્લામાં વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢી તે કામેના આરોપી પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન અન્વયે પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.આર.વસાવા તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો ભચાઉ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.આર.વસાવા નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક ઈસમ ચોરીનું અથવા છળ કપટથી મેળવેલ મો.સા. લઈને ભચાઉ માનસરોવર ફાટકથી ભવાનીપુર બાજુ આવી રહેલ છે જે બાતમી આધારે ભચાઉ કોલીયાસરી ત્રણ પાસેથી દિનેશ જીવાભાઈ ભીલ ઉં.વ .૨૪ રહે . મેઘપર બોરીચી તા.અંજાર મુળ રહે . ભીમાસર તા.અંજાર વાળાને નંબર પ્લેટ વિનાની મો.સા. સાથે પકડી લઈ તેના રજીસ્ટર કાગળો તેમજ આધાર પુરાવાની માંગણી કરતાં કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી પોકેટ કોપ મોબાઈલથી એન્જીન / ચેસીસ નંબરથી સર્ચ કરતા GJ – 12 – BK – 4570 વાળું ઈશાક દાઉદ કુંભાર રહે . મોટી ખેડોઈ તા . અંજાર વાળાના નામે રજીસ્ટ્રેશન થયેલ હોઈ મો.સા.ના માલીકની તપાસ કરતા મો.સા ચોરી થઈ ગયેલાનું જણાવેલ જેથી મજકુર ઈસમની વધુ પુછપરછ કરતાં અંજારથી ચોરી કર્યાની કબુલાત આપતા સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આરોપીને સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ અટક કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે 

પકડાયેલ આરોપી દિનેશ જીવાભાઈ ભીલ ઉ.વ .૨૪ રહે . મેઘપર બોરીચી તા.અંજાર મુળ રહે . ભીમાસર તા.અંજાર કબ્જે કરેલ મુદ્દામાલ : – હીરો હોન્ડા કંપની સ્પ્લેન્ડર પ્રો . મો.સા રજી.નં. GJ – 12 – BK – 4570 કિ.રૂા . ૨૫,૦૦૦ / 

આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.આર.વસાવા તથા સર્વેલન્સ સ્ટાફ ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા સાથે રહી કરવામાં આવેલ હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: