આજ રોજ ભચાઉ તાલુકા આમ આદમી પાર્ટી નો સ્નેહમિલન કાર્યક્રમ નવા કટારિયા રાજબાઇ મા ના મંદિર મા યોજાયો

કચ્છ – નવા કટારીયા – તારીખ – ૦૪/૦૧/૨૦૨૨ મગળવાર – આજ રોજ ભચાઉ તાલુકા આમ આદમી પાર્ટી નો સ્નેહમિલન કાર્યક્રમ નવા કટારિયા રાજબાઇ મા ના મંદિર મા યોજાયો હતો અને સંગઠન ને લઈને અગત્યના ના મુદ્દાઓ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ ભચાઉ તાલુકા યુવા પ્રમુખ નો હોદ્દો વસ્તા ભાઈ કોલી ને અને ભચાઉ તાલુકા ઓ બી સી સેલ ના પ્રમુખ નો હોદ્દો માવજી ભાઈ કોલી ને આપવામાં અવ્યો હતો 

તેમજ જનમત સર્વે ના ફોર્મ અને વિવિધ ગામડાઓમાં ગ્રામ સમિતિ ની રચનાઓ તેમજ સંગઠન વિસ્તાર ને લઈને વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી તેમજ જે ગામડામાં આમ આદમી પાર્ટી ની વિચારધારા વાળા સરપંચ તેમજ સદસ્યો ચુંટાયા છે એમનો સન્માન કાર્યક્રમ તથા આમ આદમી પાર્ટી પ્રદેશ ના નેતાઓ દ્વારા બુથ સમીક્ષા માટે જે પ્રવાસ કરવાનો છે એ બાબત નું આયોજન તથા વિવિધ અગત્યના ના મુદ્દાઓ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ વાંઢીયા ગ્રામ પંચાયત મા ચુંટાયેલા સદસ્ય રમઝાન ભાઈ અને અરજણભાઇ નું સન્માન કરવામાં આવ્યું હતું 

પ્રસંગે પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર ઠકકર પૂર્વ કચ્છ જિલ્લા સોશીયલ મિડીયા પ્રમુખ હિતેષ મકવાણા ભચાઉ તાલુકા પ્રમુખ રામજીભાઇ ,મહાદેવભાઈ આહીર,પ્રશાંતભાઈ ભટ્ટ, સીધિક ભાઈ સમાં, દામજીભાઈ આહીર,લતીફ ભાઈ ખલીફા, વસ્તભાઇ કોલી,જમાલ ભાઈ રાયમા,નવીનભાઈ આહીર,રાહુલભાઇ રાજગોર,કિશોરભાઈ માસુરિયાં,મનુભાઈ ચૌધરી, શાલેજભાઈ,વગેરે કાર્યકર્તાઓ ઊપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને પૂર્ણ કરી ગહન મુદ્દાઓ ની ચર્ચા કરી છૂટા પડ્યા હતા એવું અખબારી યાદીમાં પૂર્વ કચ્છ જિલ્લા મીડિયા કો ઓર્ડીનેટર હિતેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું. 

Leave a Reply

Your email address will not be published.

error: