કચ્છ ની જીવાદોરી સમાન નર્મદા કેનાલના નવા કામમાં થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ કરાવી તાત્કાલિક ધોરણે સમારકામ કરાવવા.

પ્રતિશ્રી નાયબ કલેકટર પ્રાન્ત અધિકારી ની કચેરી ભચાઉ કચ્છ મેરબાન સાહેબ શ્રી કચ્છ જિલ્લા ની જીવાદોરી જેવી નર્મદા ની મુખ્ય કેનાલ જે ભચાઉ નજીક થી નિકળી આગળ કચ્છ માં જાય છે.જેમાં સુખપર , લૂણવા બાજુ પાણી થી વહેતી ચાલુ કેનાલ માં ઠેરઠેર મોટા મોટા ગાબડાં પડેલા છે.કેનાલ તૂટી રહી છે . જેથી જો કેનાલ કયાય પણ વચ્ચે થી તૂટશે તો ખેડૂતો ના ઉભા પાક ને ભયંકર નુકસાન થવાનો ભય ઉભો છે . આ સંજોગોમાં આ કેનાલના આખાય નવા કામો જે થોડા સમય પહેલાં જ થયેલા છે.આ નબળા કામો કરનારજે પણ એજન્સી હોય એમના ઉપર કાયદેસર પોલીસ ફરિયાદ દાખલ કરાવી એ એજન્સી ને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવે.એના સરકારી તમામ કામોની પૂરેપૂરી તપાસ કરવામાં આવે તેમજ ભવિષ્યમાં મળનાર કોઈ પણ સરકારી કામ ના ટેન્ડર નામંજૂર કરાવી આ જે કેનાલમાં ગાબડાં પડેલા છે તેને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે . જો કેનાલ ઉપરનો રિપેરિંગ સમયસર કરવામાં નહીં આવે અને ભ્રષ્ટ એજન્સીઓ ઉપર કાયદેસર પગલાં લેવામાં નહીં આવે તો ભચાઉ તાલુકા કોંગ્રેસની આગેવાની હેઠળ આ વિસ્તારના ખેડૂતો આપની કચેરી સમક્ષ આમરણાંત ઉપવાસ કરવા મજબૂર બનશે . જેથી અમારી તાલુકાના ખેડૂતો ના , મજુરોના , સમાજ ના , દેશહિતમા ની માગણીઓ ઉપર ઝડપથી કાર્યવાહી થવા વિનંતી 

Leave a Reply

Your email address will not be published.

error: