સામખીયારી ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે તાર ફેન્સિંગ કરાવવાનું કાર્ય કરી વિકાસ ના શ્રી ગણેશ કરાયા .

સામખીયારી ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે તાર ફેન્સિંગ કરાવવાનું કાર્ય કરી વિકાસ ના શ્રી ગણેશ કરાયા આ બાબતે સરપંચ શ્રી જગદીશભાઈ મારાજ ને પુછતા તેમણે જણાવેલ કે હાલ સેન્ટર ના ગેટની બન્ને સાઈડ તાર ફેન્સિંગ કરાવવાનું અને સાઇટના ગેટ પાસે એક સેડ બનાવવા નું નક્કી કરેલ છે જેથી કરીને આજુબાજુના જંગી,લીલીયામાં .આમલીયારા વગેરે ગામોના પ્રવાસીઓ માટે બેસવા માટેની એક જગ્યા બનીજાય અને આજુબાજુના ગામોના લોકોને પણ વ્યવહારૂ પ્રસંગે જતા લોકોને પણ જગ્યા ઉપયોગી બની રહેવા સાથે સત્કાર્ય ગ્રુપ દ્વારા જે આ જગ્યા પર રાખવા માટે જે બાંકડાઓ આપવામાં આવ્યો છે તે દાતાઓનો પણ સરપંચે આભાર વ્યક્ત કર્યો હતો અને આવા સત્કાર્યોમાં સહયોગ આપતા રહેવા અને ગામના વિકાસમાં સહભાગી થવા ગ્રામજનો ને અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.

error: