આજ રોજ મકરસંક્રાંતિ ના પવિત્ર દિવસે ભચાઉ શહેર માં અલગ – અલગ વિસ્તારમા જઇને લાયન્સ ક્લબ ઓફ ભચાઉ દ્વારા કડકડતી ઠંડી માં ઝૂંપડ પટી માં રહેતા જરૂરત મંદ લોકો ને ધાબળા વિતરણ નો આયોજન કરવામાં આવ્યું.

કચ્છ – ભચાઉ – તારીખ – ૧૪/૦૧/૨૦૨૨ શુક્રવાર – જેમાં દાતાશ્રી સામખીયારી  નર્મદા ટ્રેનિંગ કંપની ના અશોકભાઇ પટેલ ત્થા  કલાપૂર્ણ ભક્તિ મંડળ – સામખીયારી, ત્થા દાતાશ્રી પારેખ ઘીરજલાલ નવિનચંદભાઈ ત્થા તીર્થ ગોયમ વિજયજી મહારાજ સાહેબ ની  વડી દીક્ષા નિમિત્તે માતૃશ્રી પ્રેમીલાબેન નેણશીભાઇ સાતુદા પરિવાર ના સહયોગથી ધાબળા, માસ્ક, તેમજ સીંગ ની ચીકી ભચાઉ શહેર ના ઝૂપડ પટી ના વિસ્તારો માં રૂબરૂ જઈ કડકડતી ઠંડી માં રહેતા જરૂરત મંદ લોકો ને વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ની વ્યવસ્થા લા. પ્રમુખશ્રી જયેન્દ્રભાઈ એન.શાહ ત્થા સેક્રેટરીલા.વાય.બી.મહેશ્વરી, લા. ચંદ્રેશભાઇ ગુસાઈ, લા. અજીતસિંહ જાડેજા, લા. સતિષભાઈ મહેતા, ડોક્ટર લા. ધર્મેન્દ્રભાઇ પરમાર,  લા. સુરેશભાઈ મહેતા, લા. ભરતભાઈ ભટ્ટ એડવોકેટ તેમજ લાયન્સ કલબના તમામ સભ્યો. તેમજ અનુકંપા કેન્દ્રના અશોકભાઈ વોરા તથા અરવિંદભાઈ મહેતા  એ સેવા આપી હતી. આ ઉપરાત શિવમ કીલનીક – ભચાઉ મધ્યે  તારીખ ૧૬/ ૦૧/૨૦૨૨ ને રવિવારે ડાયાબિટીસ બ્લડ પ્રેસરનો ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં છે જેમાં ડાયાબિટીસ ના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દિનેશ પી. દામા વિશેષ  સેવા આપશે – રીપોર્ટ – ગની કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: