ભાજપ દ્વારા પંજાબ સરકાર નો વિરોધ કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા કોંગ્રેસ નું પુતળા નો વિરોધ કરવામા આવ્યો અને મીણબત્તી પ્રગટાવી રેલી યોજવામાં આવેલ.

કચ્છ – રાપર – ૦૬/૦૧/૨૦૨૨ ગુરુવાર આજ રોજ ભચાઉ તાલુકા યુવા ભાજપ દ્વારા ગઈ કાલે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના કાફલા ને પંજાબ મા રોકી ને નુકશાન પહોંચાડવાની જે કુચેષ્ટા કરવામાં આવી તેનો વિરોધ ભારતીય જનતા યુવા મોરચા-ભચાઉ તાલુકા દ્વારા સામખીયારી ગામેરેલી કરી  કોંગ્રેસ નું પુતળા નો વિરોધ  કરવામા આવ્યો અને મીણબત્તી પ્રગટાવી રેલી યોજવામાં આવેલ.

જેમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસ મુર્દાબાદ અને પંજાબ સરકાર મુર્દાબાદ ના નારા સાથે જોશભેર વિરોધ પ્રદર્શન કરાયું. જેમાં વિકાસભાઈ રાજગોર મંત્રી શ્રી કચ્છ જીલ્લા ભાજપ  મહામંત્રી ભચાઉ તાલુકા યુવા ભાજપ કપીલભાઈ સાધુ ઉપસ્થીત રહ્યા હતા તેમજ તાલુકા પંચાયત સદસ્ય સરપંચ શ્રી સદસ્ય તેમજ મોરચા ના સર્વે હોદ્દેદારો તેમજ ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published.

error: