એમ્બ્યુલન્સ ૧૦૮ મા બાળકી નો થયો જન્મ

ભચાઉ તાલુકા ના તોરણીયા ગામ વાડી વિસ્તાર માં રહેતાં શીતાબેન કોળી ને પ્રુસુતી ની પીડા ઉપડતા દિયલભાઈ એ ૧૦૮ ને કોલ કર્યો હતો.આ કોલ સમાખીયાલી G.V.K EMRI ની ટિમ ને મળતા ત્યાં ના કર્મચારી ઓ ઇમટી ગણપતભાઈ ઠાકોર અને પાઈલોટ અસગરભાઈ કુરેશી તરત જ ૧૦૮ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં. ત્યાં થી સગર્ભા ને એમ્બ્યુલન્સમાં લઇ ને C.H.C ભચાઉ જવા નીકળ્યાં હતાં. લાખાવાટ નજીક પહોંચતાં રસ્તામાં પરિસ્થિતી ગંભીર માલુમ પડતા અમદાવાદ ખાતેના ૧૦૮ ના ઇમરર્જન્સી ercp સેન્ટર ને કોલ કરી નિષ્ણાત ની સલાહ લીધી તથા એમ્બ્યુલન્સ ની અંદર જ ડીલીવરી કરવા નો નિર્ણય લીધો હતો ૧૦૮ માં ઉપલબ્ધ ડીલીવરી ના સાધનો, તથા ટેકનીક નો ઊપયોગ કરીને એમ્બ્યુલન્સ ની અંદર સફળતા પુર્વક બાળક નું જન્મ કરાયુ હતું.તથા વધુ સારવારર્થે માતા અને બાળક ને ભચાઉ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ખસેડવામાં આવ્યા હતા.બાળકી નો જન્મ થતા પરિવારે ખુશીની લાગણી સાથે ૧૦૮ અને કર્મચારીઓ નો ખુબ ખુબ આભાર માન્યો હતો. રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ