ભચાઉ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામખીયારી ના સબ સેન્ટર સામખીયારી -૩ વિસ્તાર ની મોર્ડન ડે સ્કુલ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારણસિંહ સાહેબ અને મેડિકલ ઓફિસર ડો. જશુ બારડ ના માર્ગદર્શન હેઠળ અડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી.

જેમાં એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર કિરેનકુમાર પાતર , ફીમેલ હેલ્થ વર્કર મનીષા બેન, આશા બહેનો, શાળાના આચાર્યશ્રી અને સ્ટાફ ગણ અને કિશોરીઓ હાજર રહ્યા. જેમાં શારીરિક, માનસિક, સામાજિક અને જાતીયવિકાસ અને ફેરફારો અંગે, પોષણ અને પોષક તત્વો વિશે તેમજ junk food ન ખાવા અંગે સમજાવે તે ઉપરાંત કિશોરીઓને માસિક ધર્મ વિશે, માસિક ધર્મ દરમિયાન રાખવાની કાળજી અને સેનેટરી પેડ નો ઉપયોગ અને એનો યોગ્ય નિકાલ કરવા અંગે ઇલેક્ટ્રોનિક મશીન ડેમો સ્ટેશન કરવામાં આવ્યું હતું અને કિશોરાવસ્થામાં આઇએફએ ટેબલેટ લેવાનું મહત્વ આ ઉપરાંત હીમોગ્લોબિન લેવલ વિશે તેમજ હિમોગ્લોબીન નું પ્રમાણ વધારવા પૌષ્ટિક આહાર લેવા કિશોરીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું – રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ