રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી ભચાઉ ક્ષેત્રિય રેન્જ કચ્છ પૂર્વ વન વિભાગ 

નાયબ વન સંરક્ષકશ્રી એચ.જે.ઠક્કર સાહેબની વન ગુન્હો આચરતા અને વન્યપ્રાણી અભયારણ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં ઈસમો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવાની સૂચના અને માર્ગદર્શન હેઠળ કચ્છ પૂર્વ વન વિભાગ ભચાઉ રેન્જના ચોબરી રાઉન્ડના કાર્યક્ષેત્રમાં આવતી ક્ડોલ બીટના રક્ષિત વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને કચ્છ રણ વન્યપ્રાણી અભયારણ્યમાં વન્યપ્રાણી રહેઠાણને નુકશાન કરવાની ગુન્હાહિત પ્રવૃત્તિ અને એકબીજાની મદદ કરી ગુન્હો કરવા બદલ આરોપીઓ મુળારામ નાનગારામ ચૌધરી ( મારવાડી ) રહે.નવાગામ ( ભચાઉ ) , શામજીભાઈ નારણભાઈ આહિર રહે.નિંગાળ ( અંજાર ) અને અશોક મફાજી ઠાકોર રંગેહાથ ઝડપાઈ જતાં તેમના વિરુદ્ધ અને તપાસ દરમ્યાન જાણવા મળતા અન્યો વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ભચાઉ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભગીરથસિંહ ઝાલા અને ચોબારી ફોરેસ્ટર એન.એસ.કોલી દ્વારા ફોરેસ્ટ ઓફેન્સ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે .

સમગ્ર ઓપરેશન દરમ્યાન મદદનીશ વન સંરક્ષકશ્રી સી.એસ.પટેલ સાહેબના સંકલનમાં રહી ભચાઉ આર.એફ.ઓ. અને ફોરેસ્ટ સ્ટાફ દ્વારા અભયારણ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ઉપર મુજબના ઈસમોને યાંત્રિક મશીનરી દ્વારા પાણીનો બોર બનાવી અને વાહન સાથે ગેરકાયદેસર પ્રવેશ કરી અને વન્યપ્રાણી રહેઠાણને નુકશાન કરતાં રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે .

ઉપર મુજબની કામગીરીમાં ફોરેસ્ટર એન.એસ.કોલી સાથે લાલુભા જાડેજા અને એ.વી.ભાટીયા તેમજ ફોરેસ્ટ ગાર્ડ બી.જે.ચાવડા અને કે.આર.ઠાકોર પણ જોડાયા હતા.આગળ ની તપાસ ફોરેસ્ટર ચોબરીનાઓ ચલાવી રહ્યા છે. રીપોર્ટ – ગનીભાઈ કુંભાર ભચાઉ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: