ખારોઈ ફાયરીંગ / મર્ડર કેસમાં વપરાયેલ પિસ્ટલ ( વેપન ) ની શોધખોળ કરી કબ્જે કરતી ભચાઉ પોલીસ પોલીસ

મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ , ભુજ – કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી પુર્વ – કચ્છ , ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉં વિભાગ ભચાઉ નાઓ તરફથી શરીર સબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ તેમજ આરોપીઓ શોધી કાઢવા તેમજ ગુના કામે વપરાયેલ હથિયાર / સાધનો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન હોઈ જે અનવ્યે ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૦૦૦૭ / ૨૦૨૨ ઈ.પી.કો કલમ ૩૦૨ તથા હથિયાર ધારા કલમ ૨૫ ( ૧ – બી ) ( એ ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના કામે આરોપી શામજી વસાભાઈ ઉર્ફે વસરામભાઈ વરચંદ ( આહિર ) ઉ.વ .૩૯ રહે . મોમાયમોરા વિસ્તાર ચોબારી તા.ભચાઉ વાળાને ઉપરોક્ત ગુના કામે ધરપકડ કરેલ અને આરોપીના રીમાન્ડ દરમ્યાન આરોપીની ગુનામાં વપરાયેલ પીસ્ટલ હથિયાર બાબતે યુક્તિ – પ્રયુક્તિથી પુછપરછ કરતા ગુના કામે ઉપયોગ કરેલ હથિયાર જે જગ્યાએ સંતાળેલ હતુ

આરોપી દ્વારા આજરોજ બતાવતા તે માર્શલ ફ્રાન્સ કંપનીની ૭.૭ પિસ્ટલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરેલ છે આરોપી : શામજી વસાભાઈ ઉર્ફે વસરામભાઈ વરચંદ ( આહિર ) ઉ.વ .૩૯ રહે . મોમાયમોરા વિસ્તાર ચોબારી તા.ભચાઉ કબ્જે કરેલ મુદ્દામાલ : માર્શલ ફ્રાન્સ કંપનીની ૭.૭ પિસ્ટલ નંગ -૧ કિ.રૂ .૧,૦૦,૦૦૦ / આ કામગીરી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એમ.એમ.જોષી તથા ભચાઉ પોલીસ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ હતી .

Leave a Reply

Your email address will not be published.

error: