ભચાઉ તાલુકા લાકડીયા નવા સરપંચ દ્વારા અનોખી પહેલ કરવામા આવી

કચ્છ – લાકડીયા – તારીખ – ૨૧/૦૧/૨૦૨૨ – શુક્રવાર લાકડીયા ગ્રામ પંચાયત ખાતે ફરિયાદ પેટી રાખવામાં આવી નવા સરપંચ સુલેમાન ભાઈ ગગડા દવારા કરિયાદ પેટી પહેલ શરુ કરી હતી   ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ મોટાભાગના લોકપ્રતિનિધિઓ જનતાથી દૂર થઇ જતા હોય છે . લોકોને કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે. તે વચ્ચે ભચાઉ તાલુકાના લાકડીયા ખાતે એક અનોખી પહેલ કરવામાં આવી છે . જેમાં ગ્રામ પંચાયત કચેરી ખાતે પ્રથમ વખત ફરિયાદ પેટી રાખવામાં આવી છે ! આ ફરિયાદ પેટીના પગલે ગ્રામજનો પોતાની ફરિયાદ અને રજૂઆતો હવે આ પેટીમાં લેખિતમાં ચિઠ્ઠી રૂપે પંચાયત સુધી પહોંચાડી શકશે તમામ જનતા ગામ વિકાસ માટે આ પ્રયોગને સફળ બનાવવા પૂર્ણ સહકાર આપશે તેવું ગ્રામ પંચાયત દ્વારા કહેવામાં આવ્યું હતું. રીપોર્ટ- ગની કુંભાર ભચાઉ

Leave a Reply

Your email address will not be published.

error: