સામખીયારી પી.એચ.સીના સબ સેન્ટર-વોંધ ના વિસ્તારની આંગણવાડી કેન્દ્ર ખાતે એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ઉજવણી કરવામાં આવી.

આજ રોજ ભચાઉ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંહ તેમજ પી.એચ.સી સામખીયારી મેડિકલ ઓફિસર ડો. સુનીલ જાની તેમજ ડૉ. જસુ બારડ ના માર્ગદશન હેઠળ સબ સેન્ટર-વોંધ ની આંગણવાડી કેન્દ્ર માં એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવા માં આવી. જેમા વોંધ ગામ ના સરપંચ શ્રી રામજી ભાઇ ચૌધરી સાહેબ, તલાટી કમ મંત્રી મકવાણા સાહેબ તેમજ પંચાયત ના સભ્ય મેડિકલ ઓફિસર ડો. સુનિલ જાની, સી. એચ. ઓ. ડૉ. પંકજ ચાવડા, જીત મેરિયા, ફીમેલ. હેલ્થ વર્કર નાયના બેન ગીતા બેન , એડોલેશન હેલ્થ કાઉન્સેલર પાતર કિરેનકુમાર અને આંગણવાડી કેન્દ્રો બેનો, હેલ્પરબેનો હાજર રહ્યા હતા

આ કાર્યક્રમાં કિશોરીઓને પર્સનલ કેર આ અવસ્થા દરમ્યાન થતા શારીરિક ફેરફારો, ૧૫ થી ૧૯ વર્ષ ની કિશોરીમાં જોખમી લક્ષણો ની ઓળખ સીઝન મુજબ ફળ,શાકભાજી,વર્ષમાં 2વખત કરમિયા ની ગોળીઓ, લગ્ન ની ઉંમર ,લોહીનું પ્રમાણ BMI વિશે વિસ્તૃત માહિતી આપી અને આઈ.એફ.એ ગોળી ના ફાયદા તેમજ ન્યુટ્રીશન,પૂરક આહાર વિશે માહીતી આપવામાં આવી તેમજ દરેક કિશોરીઓનું વજન , ઊંચાઈ, બી.એમ.આઈ વિશે સમજાવવા માં આવ્યું હતું. જેમાં આંગણવાડી વર્કર બહેનો અને હેલપર બેનો , આશા હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન આંગણવાડી કેન્દ્રના વર્કર મનિષાબેન ફરીયા તેમજ ક્રિષ્નાબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત દરેક કિશોરી ને સેનેટરી પેડ નું વિતરણ કરવા માં આવ્યું હતું તેમજ નાસ્તો આપવામા આવેલ. ભચાઉ કચ્છ- રીપોર્ટ – ગની કુંભાર







