શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય- ભચાઉ દ્વારા હર્ષ ઉલ્લાસ સાથે ૭૬ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી “આઝાદી કા અમૃત” મહોત્સવ અંતર્ગત કરવામાં આવી

તારીખ:- ૧૫મી ઓગસ્ટ ૨૦૨૨ના રોજ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય- ભચાઉ દ્વારા ૭૬ માં સ્વતંત્રતા દિવસ “આઝાદી કા અમૃત” મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ સવારે ૯:૦૦ વાગ્યે શરુ થયો હતો, જેમાં મુખ્ય અતિથી શ્રી કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું,

તથા સંસ્થાની પરમશાંતિ ઈંગ્લીશ સ્કુલ અને નવજીવન સ્કુલના બાળકો દ્વારા દેશભક્તિના કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા અને દેશભક્તિના રંગમાં રંગી નાખ્યા હતા. સંસ્થાના સ્થાપક સંચાલક શ્રી જીતેન્દ્રભાઈ જોષી દ્વારા બાળકોને સ્વતંત્રતા દિવસનો મહત્વ સમજવામાં આવ્યો અને દેશ માટે વિશેષ યોગદાન આપવા અને શિક્ષિત બની રાષ્ટ્રસેવા કરવા શીખ આપી હતી.

કાર્યક્રમમાં ડો. ધર્મેન્દ્રભાઈ પરમાર સાહેબ, જયાબેન છેડા, એડવોકેટ શ્રી ધનસુખભાઈ જોગી, વિરજીભાઈ દાફડા, પેથાભાઈ રાઠોડ, દેવજીભાઈ પરમાર, જયેશભાઈ પરમાર અને નવીનભાઈ ફાટક વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સાથે આ દિવસે દિવ્યાંગજનને ઇલેક્ટ્રિક મોટોરાઈઝડ ટ્રાયસિકલ જયેશભાઈ પરમારના આર્થિક સહયોગથી આપવામાં આવી.

કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વિશાલભાઈ જોષી, અલ્કાબેન પરમાર, અમરતભાઈ કટારીયા, સાજણભાઈ રબારી, જ્યોત્સનાબેન રબારી, હાર્દિકભાઈ પરમાર તથા સંસ્થાના તમામ કર્મચારીઓ એ પૂર્ણ મહેનતથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.

error: