વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ 

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ , ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી , પુર્વ કચ્છ , ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.આર.વસાવા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી આધારે ભચાઉ તાલુકાના ચોપડવા ગામથી ગુણાતીતપુર વચ્ચે આવેલ આરોપી અરવિંદસિંહ ઝાલાની માલીકીની વાડીની ઓરડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો તથા બીયર ટીનનો મુદ્દામાલ શોધી કાઢી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. 

પકડાયેલ આરોપી ( ૧ ) મેરામણ મલુભાઈ ઠાકોર ઉ.વ .૪૦ રહે . અરવિંદસિંહ ઝાલાની વાડીમાં ચોપડવા તા.ભચાઉ મુળ રહે. બામરોલી તા.સાંતલપુર જી.પાટણ હાજર ના મળી આવેલ આરોપીઓ : ( ૧ ) અરવિંદસિંહ પરબતસિંહ ઝાલા રહે . નવી મોટી ચીરઈ તા.ભચાઉ ( ૨ ) મહેશ દેવા ભરવાડ રહે . જુની મોટી ચીરઈ તા.ભચાઉ મુળ રહે . માણાબા તા.રાપર કબ્જે

કરેલ મુદ્દામાલ : ( ૧ ) રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૭૫૦ મી.લી.ની બોટલો નંગ -૭૩ કિ.રૂ .૩૭,૯૬૦ / ( ૨ ) સીગ્નેચર વ્હિસ્કીની ૭૫૦ મી.લી.ની બોટલો નંગ -૨૨ કિ.રૂ .૧૮,૦૪૦ / ( ૩ ) મેકડોવેલ્સ નં .૧ વ્હિસ્કીની ૭૫૦ મી.લી.ની બોટલો નંગ -૪૮ કિ.રૂ .૧૮,૦૦૦ / ( ૪ ) હેવર્ડ ૫૦૦૦ સ્ટ્રોગ બીયરના ૫૦૦ મી.લી.ના બીયર ટીન નંગ -૮૦ કિ.રૂ .૮,૦૦૦ / ( ૫ ) મો.સા રજી . નં.જી.જે – ૦૩ – એ.એફ -૪૨૮૯ કિ.રૂ. ૧૦,૦૦૦ / ( ૬ ) મોબાઈલ ફોન નંગ -૦૧ કિ.રૂ. ૫૦૦૦ / કુલ્લે કિ.રૂ : ૯૭,૦૦૦ / 

આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.આર.વસાવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા, વિશ્વજીતસિંહ ગોહિલ , સુરેશભાઈ પીઠીયા તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકજી ઠાકોર તથા ભાવેશજી ડાભી તથા ડ્રા.પો.કોન્સ. ભરતજી ઠાકોર વિગેરેનાઓએ સાથે રહી કરવામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published.

error: