વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ 

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ , ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી , પુર્વ કચ્છ , ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.એન.કરંગીયા નાઓની સુચનાથી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી આધારે ભચાઉ તાલુકાના નાની ચીરઈથી મીઠાના અગરો તરફ જતા બાવળોની ઝાડીમાંથી સ્વીફ્ટ ગાડી રજી.નં. જીજે – ૧૬ – બીકે -૪૯૦૧ વાળી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ તેમજ ૧૮૦ મી.લી.ની બોટલો તથા બીયર ટીનનો મુદ્દામાલ શોધી કાઢી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે . 

આરોપી : સ્વીફ્ટ ગાડી રજી.નં. જીજે – ૧૬ – બીકે -૪૯૦૧ વાળીનો ચાલક કબ્જે કરેલ મુદ્દામાલ : ( ૧ ) રોયલ સ્ટેગ વ્હિસ્કીની ૭૫૦ મી.લી.ની બોટલો નંગ -૨૪ કિ.રૂ .૧૭,૨૮૦ / ( ૨ ) ઓફીસર ચોઈસ ક્લાસીક વ્હીસ્કીની ૧૮૦ મી.લી.ના ક્વાટર નંગ -૯૬ કિ.રૂ .૯૬૦૦ / ( ૩ ) કાઉન્ટી ક્લબ ડીલેક્ષ વ્હીસ્કીના ૧૮૦ મી.લી.ના ક્વાટર નંગ -૪૮ કિ.રૂ .૪૮૦૦ / ( ૪ ) વાઈટ લેસ વોડકાના ૧૮૦ મી.લી.ના ક્વાટર નંગ -૧૮૫ કિ.રૂ .૧૮૫૦૦ / ( ૫ ) કીંગફીશર સુપર સ્ટ્રોગ પ્રીમીયમ બીયર ટીન નંગ -૬૦૦ કિ.રૂ .૬૦,૦૦૦ / ( ૬ ) સ્વીફ્ટ ગાડી રજી.નં. જીજે – ૧૬ – બીકે -૪૯૦૧ કિ.રૂ. ૩,૦૦,૦૦૦ / કુલ્લે કિ.રૂ : ૪,૧૦,૧૮૦ / 

આ કામગીરી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.એન.કરંગીયા તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર વી.પી.આહિર તથા એ.એસ.આઈ. બાબુલાલ મિયોત્રા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ ગોહિલ , અરવિંદસિંહ જાડેજા , સુરેશભાઈ પીઠીયા , છોટાલાલ પ્રજાપતિ તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ શાંખલા તથા ડ્રા.પો.કોન્સ . ભુપેન્દ્રસિંહ જાડેજા , શામળભાઈ ચૌધરી વિગેરેનાઓએ સાથે રહી કરવામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: