ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રાખેલ ૯૦૦૦ લિટ૨ બાયોડીઝલના જથ્થાને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર.મોથલીયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બાયોડીઝલ કે બાયોડીઝલને ભળતા પેટ્રોલીયમ પદાર્થનો અનઅધિકૃત રીતે કબ્જામાં રાખી વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સપેકટરથી એમ.એમ.જાડેજાનાઓ તથા એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી બાતમી મળેલ કે ભચાઉ સામખ્યાળી નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ વોંધ ગામની બાજુમાં આઈ.ઓ.સી. કંપનીના પેટ્રોલપંપની બાજુમાં આવેલ પાર્કીંગમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો જથ્થો વેચાણ અર્થે સંગ્રહ કરી રાખેલ છે . તેવી હકીકત મળેલ જેથી આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા સાથે આ જગ્યાએ રેઇડ કરતા અનધિકૃત રીતે વેચાણ કરતા ઈસમને નીચે જણાવ્યા મુજબનો બાયોડીઝલનો જથ્થો / સાધનો કબ્જે કરી પોલીસ ઇન્સપેક્ટરશ એમ.એમ.જાડેજાનાઓની ફરીયાદ આધારે આરોપીઓ વિરૂધ્ધ ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ

આરોપીઓનાં નામ ( ૧ ) રામાભાઇ દેવાભાઈ રબારી રહે . વોંધ તા.ભચાઉ ( ૨ ) યશપાલસિંહ જાડેજા રહે . સામખ્યાળી તા.ભચાઉ

કબ્જે કરેલ મુદ્દામાલ – ટેન્કર નં . જીજે – ૧૨ – એટી -૭૦૪૩ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/ બાયોડીઝલ લિટ૨ ૯૦૦૦ . કિ. રૂ ૬,૩૦,૦૦૦ /કિ.રૂ ૧૬,૩૦,૦૦૦/-

આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.જાડેજા તથા એલ . સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: