પાલનપુર શહેર પશ્વિમ પો.સ્ટે વિસ્તારમાંથી સ્વિફ્ટ ગાડીમાં ગે.કા અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો/બીયર ટીન કુલ નંગ-૬૬૭ કિ.રૂા.૧,૧૩,૫૯૯/-નો તથા ગાડીની કિ.રૂા.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રુ.૧૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૨૪,૫૯૯/- નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી પાલનપુર

જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા ડી. આર. ગઢવી પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી પી. એલ. આહીર પો. સબ. ઇન્સ એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો પાલનપુર શહેર પશ્વિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક સ્વીફટ ગાડી નં. DL-8-CAH-1636 ની ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવે છે. રાજસ્થાન થી ડીસા થઈ પાલનપુર તરફ આવવાની હોઇ ”જે હકીકત આધારે પાલનપુર એરોમા સર્કલ ઉપર ગાડી પકડી સદરે ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો/બીયર ટીન કુલ નંગ-૬૬૭ કિ.રૂા.૧,૧૩,૫૯૯/-નો તથા ગાડીની કિ.રૂા.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રુ.૧૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૨૪,૫૯૯/- નો મુદ્દામાલ સાથે ગાડી ચાલક ક્રીષ્નકુમાર સ/ઓ રતનાજી દેવાસી ઉ.વ.૨૭ રહે.વાડોલ તા.રાનીવાડા જી.ઝાલોર (રાજસ્થાન) તથા બાજુમાં બેઠેલ ચેતનકુમાર ત્રીકમારામ મેઘવાલ ઉ.વ.૨૬ રહે. જાલેરાખુર્દ તા.રાનીવાડા જી.ઝાલોર(રાજસ્થાન) તથા દારુ ભરી આપનાર રાકેશ રતનાજી રબારી રહે.જાલેરાખુર્દ તા.રાનીવાડા જી.ઝાલોર (રાજસ્થાન) વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ તથા આઇ.પી.સી એક્ટ મુજબ પાલનપુર શહેર પશ્વિમ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર એલ.સી.બી.પોલીસ સ્ટાફના કર્મચારીઓ ૧. PSI પી.એલ.આહીર ૨. HC નિકુલસિંહ રણજીતસિંહ ૩. HC દિલીપસિંહ દલજીજી ૪. PC દલપતસિહ રતુજી ૫.PC નિશાંત નાનચંદભાઇ ૬. PC ઇશ્વરભાઇ ભીખાભાઇ ૭. PC લક્ષમણસિહ અમરાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: