વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨ માં અમદાવાદના ઉદ્યોગકારો ભાગ લે તે અંગે વર્કશોપ યોજાયો


ગુજરાત – અમદાવાદ – તારીખ – ૧૨/૧૨/૨૦૨૧ વાર – રવીવાર 

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઔદ્યોગિક એસોસિયેશન અને ઉદ્યોગકારોને વિગતવાર માર્ગદર્શન અપાયું વાઇબ્રન્ટ ઇવેન્ટમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં અમદાવાદ જિલ્લાના બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો ભાગ લે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રીનો અનુરોધ

ગુજરાત સરકાર દ્વારા મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨ નું તા.૧૦/૦૧/૨૦૨૨ થી તા.૧૨/૦૧/૨૦૨૨ દરમ્યાન આયોજન થનાર છે. જે અન્વયે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-અમદાવાદ દ્વારા ઔ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે અમદાવાદ જિલ્લાના તમામ ઔધોગિક અસોસીએશન તથા ઉદ્યોગકારોને જાણકારી અને માર્ગદર્શન આપતાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-અમદાવાદ દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨ માં યોજાનાર વિવિધ કાર્યક્રમો તથા તેમાં ભાગ લેવા માટેની રજીસ્ટ્રેશનને લગત વિસ્તૃત જાણકારી પ્રેઝન્ટેશન સાથે આપવામાં આવી હતી. 

આ ઇવેન્ટમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં અમદાવાદ જિલ્લાના બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો ભાગ લે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી આર.ડી.બારહટએ અનુરોધ કર્યો  હતો. આ બેઠકમાં ઉપસ્થિત રહેલ એસોસીએશન તથા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો ને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-૨૦૨૨ સફળતાપૂર્વક પાર પડે તે માટે વેબસાઈટ  www.vibrantgujarat.com પર વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરવા  અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં ગુજરાત સરકારની ૨૦ થી વધુ સેક્ટર સ્પેસીફિક સહાય પોલિસીઓ જેવી કે, ઔદ્યોગિક નીતિ – 2020, ગારમેન્ટ અને એપરલ પોલિસી, ઇલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસી ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીક્સ અને લોજીસ્ટીક પાર્ક પોલિસી, સોલાર પોલિસી, એગ્રો – બીઝનેસ પોલિસી, IT/ITeS પોલિસી, એરોસ્પેસ અને ડીફેન્સ પોલિસી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.

error: