ભરૂચમાં અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના દિવ્યાંગ બાળકો માટે ચામડીના રોગોની સારવાર માટે ચેકઅપ કેમ્પ યોજાયો

ભરૂચના અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળાના સ્થાપક પ્રવીણ પટેલ અને અરૂણાબેન પટેલના માતૃશ્રી સોનાબાના જન્મદિન નિમિત્તે ચામડીના રોગોની સારવાર માટે ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

ભરૂચના સેવાભાવી ડોક્ટર પ્રણવસિંહ રાજ (સ્કિન સ્પેશિયાલિસ્ટ) તેમજ તેમના કુટુંબીજનોના સહયોગથી દિવ્યાંગ બાળકોના ચામડીના રોગો માટેની સારવાર અને ચેકઅપ માટેનો કેમ્પ યોજાયો હતો. જેમાં ડોક્ટર પ્રણવસિહ રાજે નિસ્વાર્થભાવે દિવ્યાંગ બાળકોની સારવાર ચેકઅપ અને જરૂરી દવાઓ વિના મૂલ્યે આપી હતી. તેમના તરફથી બાળકોને સુરુચિ ભોજન કરાવ્યું હતું. આજના દિને કેમ્પમાં ડોક્ટર રાજના પિતા જયરાજસિંહ તેમના કુટુંબીજનો તથા સંસ્થાના પ્રમુખ યશવંત, મેનેજીંગ ટ્રસ્ટી સમીર અને ખજાનચી કિર્તીભાઈ ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટ – રવિના એમ.ખંભાતા