રાપર સહિત આસપાસના ગામોમાં મેઘરાજા નું આગમન

આજે સવાર થી જ વાગડ વિસ્તારના રાપર તાલુકામાં મેઘરાજાએ મંડાણ કર્યા હતા અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો જે સતત વરસાદ ના લીધે રાપર શહેરમાં થી પાણી વહી નિકળ્યા હતા

તાલુકા મથક રાપર ઉપરાંત રવ નંદાસર રામવાવ ડાભુંડા નિલપર સઈ પ્રાગપર કલ્યાણપર બાલાસર જાટાવાડા આડેસર ગાગોદર ચિત્રોડ સુવઈ ભીમાસર સહિત સમગ્ર તાલુકામાં વરસાદ ના ઝાપટા ગાજવીજ સાથે પડ્યા હતા તો ખડીરબેટ ના ધોરાવીરા અમરાપર રતનપર જનાણ કલ્યાણપર સહિત ના સમગ્ર વાગડ વિસ્તારમાં વરસાદ ના ઝાપટા વરસ્યા હતા ગાજવીજ સાથે વાગડ વિસ્તારમાં વરસાદ થતા ખેડૂતો મા આનંદની લાગણી વ્યાપી છે ચોમાસુ પાક ને એક સારા વરસાદની જરૃર હતી આજે એક ઈંચ દી વધુ વરસાદ વરસ્યો હતો

Leave a Reply

Your email address will not be published.

error: