આદિપુરના સેવાભાવી આગેવાન ઉપર થયેલ ખોટી ફરિયાદ રદ કરવા પુર્વ કચ્છ પોલીસવળા ને આવેદનપત્ર અપાયું

ગાંધીધામ: સમગ્ર કચ્છમાં સેવાભાવી પ્રવુતિઓ કરતા સામાજિક અને રાજકીય આગેવાન અને માનવતા ગ્રુપના પ્રમુખ અને એડવોકેટ ઉપર ખોટી રીતે મિલકત પચાવી પાડવા સંબંધી ફરિયાદ રદ કરવા પૂર્વ કચ્છ પોલીસ વાળાને વિવિધ આગેવાનોએ રૂબરૂ મળી રજૂઆત કરી હતી .ફરિયાદીએ સેવાભાવી પ્રવૃત્તિ કરતા ગોવિંદ દનીચા ઉપર લેન્ડ ગ્રેમિંગ ની ફરિયાદ કરી છે તે તદ્દન ખોટી ઉપજાવી કાઢેલ અને પાયા વિહોણી હોઈ તેને રદ બાતલ કરવા પૂર્વ ધારાસભ્ય શ્રી વાલજીભાઇ દનીચા ની આગેવાની હેઠળ જુદા જુદા આધાર પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી. જે કચેરી બાબતે ફરિયાદ થઈ છે તે ગુજરાતી સેવા સમાજ વર્ષ ૧૯૫૬થી સતત કાર્યરત રજીસ્ટર્ડ સંસ્થા છે સાથે સાથે માનવતા ગ્રૂપ પણ રજીસ્ટર સંસ્થા છે બંનેના નંબર ભુજ કચેરીએ રજીસ્ટાર કચેરીમાં નોંધણી થયેલી છે. ફરિયાદીએ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનો ખરીદી ખરીદેલ છે સાથે સાથે પ્રથમ માળ ઉપર આવેલી ગુજરાતી સેવા સમાજની કચેરી ને પણ યેનકેન પ્રકારે નિચે ની દુકાનોનીસાથે સાથે ખરીદ કરેલ છે . ગુજરાતી સેવા સમાજ ના પુર્વ હોદ્દેદારોએ વર્ષ ૨૦૦૮માં આરોપી તરીકે દર્શાવેલા ગોવિંદ દનીચાને પ્રમુખ તરીકે આરૂઢ કરતા આ મિલકત સ્વભાવિક રીતે જ કથિત આરોપી તરીકે દર્શાવેલા ગોવિંદભાઈ હસ્તક છે અને તેઓ ત્યાં વર્ષોથી વિવિધ પ્રકારની સર્વ ધર્મ સમભાવ લક્ષી સેવા પ્રવૃત્તિ ઓ કરી રહ્યા છે .જેથી ફરિયાદ શરૂઆતથી જ ગુનાને પાત્ર અનુસાર બનતી નથી. ફરિયાદીએ મિલકત ખરીદ કરી એ પછી આ મિલકતનો કબજો થયેલ નથી તો ફરિયાદીએ જાતે આરોપીને નાણાંની લાલચ આપીને કબજો સોંપી દેવાની વાત કરી હતી.

આ ઘટનામાં કથિત આરોપી ગોવિંદ પૂનમચંદ દનીચા છેલ્લા બે દાયકાથી વિવિધ પ્રકારની સામાજિક , માનવતા વાદી તેમજ પર્યાવરણ વાદી પ્રવૃત્તિઓ કરતા એક સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને ધારાશાસ્ત્રી પણ છે તેથી સામાજિક રાહે નિંદા થાય અને માનહાનિ તથા બદનક્ષી થાય તે હેતુથી આ ફરિયાદ કરવામાં આવેલ છે . જેથી આ ખોટી ફરિયાદ રદ કરવા સમાજના આગેવાનોએ રજૂઆત કરી હતી.આવેદનપત્ર આપતી વખતે પૂર્વ ધારાસભ્ય શ્રી વાલજીભાઇ દનીચા , કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજના પ્રમુખ અશોકભાઇ ધે લા ,પૂર્વ પ્રમુખ ખીમજીભાઈ થારું, કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજના મહામંત્રી જીવરાજભાઈ ભાભી, ગુદથર મતિયાદેવ સેવા સમિતિના પ્રમુખ લક્ષ્મણભાઈ ભરાંડિયા, ગણેશનગર મહેશ્વરી સમાજના પ્રમુખ હીરાભાઈ ધુઆ ,સેક્ટર ૭ મહેશ્વરી સમાજના પ્રમુખ કરસન ભાઈ દનીચા, આદિપુર મહેશ્વરી સમાજના પ્રમુખ બાબુભાઈ જંજક,પૂર્વ પ્રમુખ શામજીભાઈ દેવરીયા, પ્રમુખ પ્રકાશભાઈ મહારાજ ,સુંદરપુરી મહેશ્વરી સમાજના પ્રમુખ શિવજીભાઇ વિગોરા, બચુભાઈ પિંગોલ,કચ્છ મલયાલી વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ વી.પી. કે. ઊંની મેનોન, ઉત્પલ અંજારિયા, રાષ્ટ્રીય સિંધી સમાજ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ મહેશભાઈ આહુજા, દુઃખ ભંજન દરબાર ટ્રસ્ટના પ્રમુખ મોહનભાઈ ઉદાસી, શ્યામભાઈ સાખલાં ,બાબુભાઇ આહીર, બીજલ ભાઈ આહીર, ધનજીભાઈ મહેશ્વરી, ધીરજભાઈ દાફડા, કિશન દનીચા ગોવિંદભાઈ દોરું,ધનજીભાઈ મણિયાર ,ધીરજ સીજુ, પ્રેમજી ભાઈ દનીચા, લાલજી દોરું, વિનોદ દનીચા, હુસેન જામ, શેરબાનું બેન ખલીફા, જ્યોતિ બેન બરાસા, આયેશાબેન્ પઠાણ, ખીમજી ભાઈ પરમાર, રમજુ ભાઈ ચૂળા, ફાટતમાબેન ચૂણl, તેમજ ૮૦ થી વધૂ વિવિઘ સમાજો ના આગેવાનોએ ઉપસ્થિત રહી રજુઆત કરી હતી – રીપોર્ટ – એમ.જી.દવે. ગાંધીધામ