મોટી નાગલપરના છેતરપીંડી કેસમાં મુખ્ય સૂત્રધારની દીકરી ઝડપાઈ

અંજાર તાલુકાના મોટી નાગલપર ગામે સ્કિમમાં રોકાણ કરવાના નામે પરિવાર ૧૯ લોકો પાસેથી રોકડા રૂપિયા ૪૦.૬૬ લાખ અને ૧૪ તોલા સોનું લઈને રાતોરાત ગામ મુકીને છૂ થઈ ગયો હતો. જે કેસમાં મુખ્ય સૂત્રધાર ભેજાબાજ મહિલા ઉર્મિલાબેન ઉર્ફે માતામા ગોવિંદગિરિ ગોસ્વામી, પુત્રો દશરથગિરિ, દર્શનગિરિ, પતિ ગોવિંદગિરિ, પુત્રી રમીલા અને રિન્કુ સામે ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં ભેજાબાજ મહિલા ઉર્મિલાબેનની દીકરી રિન્કુની અંજાર પોલીસે અટકાયત કરી છે. પીઆઈ મહેન્દ્રસિંહ રાણા અને પીએસઆઈ જી.બી.માજીરાણાએ જણાવ્યું કે, ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનામાં ફરાર આરોપી રિન્કુબેન ચેતનપુરી ગુંસાઈ (રહે. ગોપાલાનંદ સ્કૂલ, આધોઈ)ની મેઘપર બોરીચીમાંથી અટકાયત કરવામાં આવી છે. તેમજ અન્ય આરોપીઓની શોધખોળ ચાલુમાં છે.

Leave a Reply

Your email address will not be published.

error: