દીવાનો ની દુનિયા મંદબુદ્ધિ ભિક્ષુક ના હાથે દુકાન નું ઉદ્ધઘાટન અહો આશ્ચર્યમ

અંજાર શહેર માં એક અનોખી ઘટના ઘટી અંજાર ની માલા શેરીમાં મોગલ બુટિક સેલ ના નામે એક દુકાન નું ઉદ્ધઘાટન માટે કોઈ વી આઈ પી નહીં પણ એક વખાના માર્યા ઘર પરિવાર થી વિખુટા પડી ગયેલા પ્રભુ સ્વરૂપ માનસિક દિવ્યાંગ ના હાથે રીબીન કાપી તેનું અને તેના હાથે દીપ જ્યોત પ્રગટાવી ને પૂજન કરી આખી દુકાન માં તેના પવિત્ર મન ના રાજુના પગલાં દુકાન નો શુભારંભ થયો.

પાગલ પ્રેમી દયારામ મહારાજ પંદર વર્ષો થી મુંબઇ મહારાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં રસ્તે રઝળતાં માનવ ને પ્રેમ મપુર્વક સમજાવી નવડાવે સ્વચ્છ કરે .આશ્રમ માં દાખલ કરે તેમનો શારીરિક માનસિક ઉપચાર બાદ યાદ શક્તિ પાછી એટલે તેઓને તેમના પરિવારો માં શ્રદ્ધા ફાઉન્ડેશન વિવિધ રાજ્યો માં ઘર ગોતીને પરિવાર સાથે ભેટો કરાવે. અમન દયારામ મહારાજ અંજાર માં પોતાના ઘર પરિવાર નું ગુજરાન ચલાવવા માટે રેડીમેડ ગારમેન્ટ નો ધંધો કરે છે. તેમણે આજે નવી દુકાન નું શુભારંભ કરવાનું નક્કી કર્યું. તેમને વિચાર આવ્યો કે આપણે જે છ મહીના પહેલાં અંજાર થી અપના ઘર આશ્રમ માં ઓપનિંગ ના દિવસે દાખલ કર્યો તો તેના હાથે કરવાનું નક્કી કર્યું.અને એટલેજ અંજાર માં છ મહિના પહેલાં અંજાર માં રસ્તે રઝળતા રાજુ નામના પ્રભુજી ના પવિત્ર મન ના માનવી એ શુભારંભ કર્યો.

આજે રાજુ અપનાઘર આશ્રમ ગાંધીધામ માં દવા ખાવું પીવું ને રેહવાની ઉત્તમ સગવડ અને દયારામ મહારાજ ના પ્રેમાળ સ્પર્શ થી ૫૦ ટકા સાજો થયો છે.અને તેનું ઘર મુંબઈ દાદર ટી ટી બતાવે છે. આ અનોખી ઘટના એ અંજાર ની બજાર માં કુતુહલ જગાવ્યું છે.જે બજાર માં રાજુ કચરા માંથી ખાવાનું ગોતતો અને કોઈ ચા વિમલ કે જેકોઈ દયાળુ દાતાર ખવડાવતા કે અમુક સુગાઈને ભગાડી મુકતા હતા તે વ્યક્તિ નું આજે એજ બજારમાં માનભેર તેનું પૂજન અને દુકાન નું ઓપનિંગ થાય એ વાત રોમાંચિત કરનારી છે.

દયારામ મહારાજ અંજાર કચ્છ

પાગલ પ્રેમી આ જગત માં કહેવાતા ડાહ્યા ઓ માણસ ને માણસ નથી રહેવા દેતા કાં તો દગા ફટકા દઈને છેતર પીંડી કરીને અકારણ ચીડવી ને ઘણા ને માનસીક બીમાર બનાવી દયે છે. પછી તેને ગાંડો ,પાગલ,ડગરી ખસી ગયેલ, પાવલી કમ, ચરયો, મંદબુદ્ધિ, જેવા નામ થી ચીડવીને વધુ આઘાત આપે કાંતો ધર્મ ને ઢોંગ કરતા લોકો ભુવા કે માતાજી બનાવી ને ભગવાન અને દુર્ગા શક્તિ બનાવી નાખે છે. માટે માણસ ને માણસ રેવા દયો.

અમુક લોકો જેમને પાગલ નું લટકા નું નામ આપી ને ચીડવે છે. તેઓ હકકીકત માં સ્ક્રિઝોફેનિયા નામની બીમારી ના દર્દી હોય છે.આ બીમારી કોઈને પણ થઈ શકે છે. કારણો નોકરી ધંધા માં ખોટ. ઘર કંકાસ. પ્રેમ કે લગ્ન જીવન માં ભંગાણ દગા આવા અનેક કારણો થી ઘર છોડીને નીકળી જાયછે. વર્ષોથી નાહ્યા ના હોય ખાવા ના રહેવાના ઠેકાણા ના હોય અને ભૂખ ને દુઃખ ના કારણે માનવ હોવા છતાં પશુ જીવન જીવતા હોય તેઓ ને પ્રેમ થી બોલાવી નવડાવી ખવડાવી ને માનસિક રોગની દવા કરાવીને ફરીથી માનવ સમાજ ના પ્રવાહ માં ગોઠવિ દેવા તે ઉત્તમકાર્ય છે. મિત્રો આવા ની થોડી સેવા થાય તો પણ કરી ને તેની મજાક ન કરતા. જો આવા વખાના માર્યા ની આંતરડી કકળસે તો ભગવાન પણ માફ નહીં કરે .અમન નો ઓટલો

જેને લાગુ પડતો હોય તેના માટે શ્રદ્ધા પુનર્વસન ફાઉન્ડેશન એ એક નોંધાયેલ સખાવતી સંસ્થા છે. જે બચાવ, સારવાર, પુનર્વસન અને માનસિક રીતે બીમાર રસ્તાની બાજુના નિરાધારોને પરિવાર સાથે પુનઃમિલન માટે સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રમાણિત કરવા માટે છે કે શ્રી દયારામ નાગજી સંબડ ૧૫ જુલાઈ ૨૦૦૬ થી ૩૧ એપ્રિલ ૨૦૧૪ સુધી સ્વૈચ્છિક સામાજિક કાર્યકર તરીકે શ્રદ્ધા પુનર્વસન ફાઉન્ડેશનમાં કામ કરી રહ્યા હતા. તેમની જવાબદારીઓમાં સ્પષ્ટપણે માનસિક સ્વાસ્થ્ય જાગૃતિને પ્રોત્સાહન, સંકલન અને પ્રોજેક્ટના તબક્કાઓની ઓળખ, દેખરેખનો સમાવેશ થાય છે. શેરીમાંથી માનસિક રીતે બીમાર દર્દીઓને બચાવવા, પુનર્વસન કાર્યક્રમોનું સંચાલન, દર્દીઓનું તેમના પરિવારો સાથે પુનઃમિલન, દર્દીઓના પરિવારો સાથે પત્રવ્યવહાર, અન્ય સામાજિક સંસ્થાઓ સાથે નેટવર્કિંગ અને ભારતમાં લક્ષિત જૂથ અને ગ્રામીણ સમુદાયો વચ્ચે માનસિક સ્વાસ્થ્ય શિક્ષણ પ્રદાન કરવું.  

ભરત વટવાણી એમ.ડી. ( મનોચિકિત્સક ) સંસ્થાપક ટ્રસ્ટી અને મુખ્ય કાર્યકારી શ્રદ્ધા પુનર્વસન ફાઉન્ડેશન.

અમે શ્રી દયારામ નાગજી સુંબડને તેમના કામમાં સારા જણાયા છે અને તેઓ ખૂબ જ સારી રીતે સંકલન કરી શકે છે અને ટીમના સભ્ય તરીકે કામ કરી શકે છે. તે સારા પાત્ર અને આચરણ ધરાવે છે. અમે તેમને તેમના તમામ પ્રયાસોમાં દરેક સફળતાની શુભેચ્છા પાઠવીએ છીએ ભરત વટવાણી એમ.ડી. ( મનોચિકિત્સક ) સંસ્થાપક ટ્રસ્ટી અને મુખ્ય કાર્યકારી શ્રદ્ધા પુનર્વસન ફાઉન્ડેશન.

શ્રદ્ધા ફાઉન્ડેશન ની સ્થાપના ડોકટર ભરત વટવાની મેગસેસેય એવોર્ડ ૨૦૧૮ માં મળ્યોઅને તેમના ધર્મપત્ની ડૉક્ટર સ્મિતા વટવાની એ કરી .જેમાં ૨૦૦૬ માં કરજત (મુંબઈ) માં સાડા છ એકર માં  બાબા આમટે ના માર્ગદર્શન થી કામ ને વેગ મળ્યો. હું ૨૦૦૬ થી તેમાં નિસ્વાર્થ ભાવે સેવામાં લાગી ગયો. અને  ખાસ કહેવાનું કે આખા ભારત ની આ પહેલી  એવી સામાજિક  સંસ્થા છે. જેમણે  રસ્તે રઝળતા બિનવારસી  માનસિક બીમાર  માટે વિચાર્યું  અને સેવાયજ્ઞ ચાલુ કર્યો અમે તો માત્ર આવા મોટા પહાડ જેવા કાર્ય માં રાઇ ના દાણા જેટલું જ કામમાં આવ્યા છીએ. હજુ અનેક લોકો ભટકી રહ્યા છે. તેના માટે ઈશ્વર સૌને સદબુદ્ધિ આપે અને જેની ફરજ હોય તે બજાવે

Leave a Reply

Your email address will not be published.

error: