ઇંગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટરશ્રી અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવૃતિ કરતા ઇસમો પર સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખાવી આવી બધી નેસ્ત નાબુદ કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એન.ગડુ અંજાર પોલીસ સ્ટેશન નાઓ સ્ટાફના માણસો સાથે અંજાર પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા ત્યારે પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એન.ગડુ અંજાર પોલીસ સ્ટેશન નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ છે કે , અંજાર મધ્યે દબડા વિસ્તારમાં આવેલ શિવાજીનગર આવેલ કાપડી સમાજ વાડીની બાજુમાં આવેલ પ્લોટ નં -૯૦ માં રહેતો રાજ મહેશ્વરી પોતાના કબ્જા ભોગવતાના રહેણાંક મકાનમાં ગે.કા. રીતે ભારતીય બનાવટના વિદેશીદારૂ રાખી વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે રેઇડ કરી તેના કબ્જાના મકાન માથી નીચે મુજબના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરેલ છે .
પકડાયેલ આરોપી : રાજ સુનીલભાઈ પારીયા ( મહેશ્વરી ) ઉ.વ .૨૧ રહે.પ્લોટ નં -૯૦ , શિવાજીનગર . કાપડી સમાજવાડીની બાજુમાં , દબડા વિસ્તાર , અંજાર મુળ રહે . ભણશાલી વાડ , હવાઈચોક , જામનગર
હાજર ના મળી આવેલ આરોપી : સંજય રામજી ધુવા રહે.નગરપાલીકા સામે , અંજાર કબ્જે કરેલ મુદામાલ : ( ૧ ) ભારતીય બનાવટની જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કંપની શીલબંધ બોટલો નંગ -૨૦૪ કિ.રૂ .૮૫,૨૦૦ / ( ૨ ) બીયરના ટીન નંગ -૧૨૦ કિ.રૂ .૧૨,૦૦૦ / ( ૩ ) મોબાઈલ ફોન નંગ -૦૨ કિ.રૂ .૨૦,૦૦૦ / કુલ્લે કિ.રૂ .૧,૧૭,૨૦૦ / –
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એન.ગડુ સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા. રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ